________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમો.
૩૩૫
જે જે દર્શનને જે જે પંડિતને વા સાધુને રાગ હોય છે કા તસંબંધી જે જે ગ્રન્થો વાંચે છે તેથી તેની વૃત્તિ પણ તે મતને અનુસરનાર થાય છે. અને તે મતના સંસ્કારથી સંસ્કારિત થવાથી તન્મત પ્રતિપાદક યુકિત સમૂહો પણ તેવા સુજે છે. તેથી પડદનવેત્તાઓમાં સર્વત્ર યાથાતથ્ય તેવું અવલોકવામાં છે. લગ્દર્શન આદિ મતોમાં જે જે મહા પંડિતો થાય છે તે સર્વે પર દર્શનમત પરિહારક અને સ્વદર્શન મત ગ્રાહક યુકિતયોને સિદ્ધ કરે છે, અને સવમતિ પ્રમાણે ઈશ્વર-આત્માદિને સિદ્ધ કરી જનસમાજમાં ધર્મ પ્રવર્તાવે છે. પ્રત્યેક દર્શનમાં અનેક વિદ્વાને થયા છે. સર્વ દશનના વિદ્વાને સ્વસ્વ દર્શનને સિદ્ધ કરનારી યુકિતઓને દર્શાવે છે. બાળક તે આજુબાજુના જે જે દર્શન મત ગ્રહણ કરવાના સંગો મળ્યા તે મતને અંગીકાર કરે છે પશ્ચાત કુલાચારે વંશપરંપરાએ તે દર્શનવાળા તે લોકે ગણાય છે. સર્વ દર્શનના પંડિતો જે દર્શનરાગમાં પોતાની મતિ સ્થિત થઈ ત્યાં યુક્તિયોને ખેંચે છે. આવું દાર્શનિક પંડિતમાં પણ સર્વત્ર અવલોકવામાં આવે છે, તેવા દાર્શનિક ભિન્ન ભિન્ન પંડિતેને પૃચ્છવામાં આવે છે કે તમે જે રૂપે ઈશ્વર આત્મા વગેરે માને છે તેને પ્રત્યક્ષાનુભવ કર્યો છે તેના ઉત્તરમાં તેઓ જ્ઞાનીઓની આગળ મૌન રહેશે. વૃત્તિમાં જે પ્રમાણે પૂર્વે કોઈ ઇશ્વરાદિસેયનો આકાર નિર્ધારિત કર્યો હોય છે, તેવા રૂપે સ્વમમાં તથા વૃત્તિને પ્રબલ વેગે આંખની સામે દેખાય છે, તેથી તે સત્ય ઈશ્વર છે એમ માની શકાય નહિ. પૂર્વે અમુક શાસ્ત્રાદિવડે અમુકાકારે ઈશ્વર છે અને આત્મા છે એ નિર્ણય કરવામાં આવ્યું હોય તો વૃત્તિના પ્રબલ સંસ્કાર વેગબળે ભાસ પણ તેવો થાય તથા તેવા પ્રત્યેક દર્શનવાળાને ભિન્ન ભિન્ન ભાસ થાય અને તે પણ ભિન્ન ભિન્ન અનુભવે ભિન્ન ભિન્ન પ્રકારના ભાસ થાય અને એક સરખો સદા અનુભવ ભાસ ન રહે ત્યારે તેમાં કયા દર્શનવાળાને કયો અનુભવભાસ ખરે તે વૃત્તિ પ્રમાણે ય ભાસને વિચાર કરતાં પરિપૂર્ણ સત્ય અવધી શકાય નહિં. માટે વૃત્તિ પ્રમાણે ય ભાસાનુભવની આગળ જે રહેલું સત્ય જ્ઞાન કે જે યથાવૃત્તિ તથા ય ભાસાનુભવ રૂપ દર્શન મત ઈશ્વરમાન્યતાદિ રૂપે રહેલું છે, તેનાથી પેલી પાર રહેલું એવું જે જ્ઞાન કે જેમાં મનોવૃત્તિને સંબન્ધ માત્ર નથી અને જે સદા સત્ય સેયને જ્ઞાનમાં વિષયીભૂત કરે છે. એવા નિર્મલ જ્ઞાનની જેણે પ્રાપ્તિ કરી છે એવા સન્તને મેળાપઈચ્છવામાં આવે છે કે જેથી બે ચારની પેઠે સાધુઓ જે જ્ઞાન ત્રણ કાલમાં એક સરખી રીતે સત્ય
For Private And Personal Use Only