________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૩૧૬
ભજનપદ્ય સંગ્રહ
ઉદય અસ્તના ચકથી રે, કેઈન ન્યારું થાતું, ઉત્ક્રાન્તિ અવ કાતિના રે, નિયમે એહ જણાતું. વિજાપુર૦ ૮ સમ્મતિ પડતી ભાસતી રે, ભાવી ભાવ થવાનું ગર્વ ન કરે કંઈ ઘટે રે, સુ શાન્ત થવાનું. વિજાપુર૦ ૯ નેમિસાગર ગુરૂજી અહીં રે, રવિસાગર ગુરૂ આવ્યા, ચોમાસાં અહિંયાં કર્યો રે, ગુણ અનેક સુહાવ્યા. વિજાપુર ૧૦ પૂજ્ય પ્રભુ નિર્મલ ગુણ રે, સુખસાગર ગુરૂ રાયા; ઓગણિસએકસઠ સાલમાં રે, સહ ચોમાસું કરાયા. વિજાપુર૦ ૧૧ જન્મભૂમિ માતા ખરી રે, સુખકારી ઉપકારી; બુદ્ધિસાગરધર્મની રે, આર્યભૂમિ બલિહારી. વિજાપુર ૧૨ વિજાપુર, ફાગણ સુદિ ૧ ગુરૂવાર
* શિષ્ય સ્વાધ્યાય. જી. જગતમાં ગુરૂના શિષ્ય પાકા બહુ વખણાય છે રે, ગુરૂની આજ્ઞા મસ્તક ધારી, શિવપુર જાય છે રે ગુરૂના વિનયે નિશદિન રાતા, ગુરૂ શિક્ષા પામી હરખાતા, ગુરૂની સેવા રૂપી ગંગામાંહી હાય છે રે. જગતમાં. ૧ ગુરૂની શ્રદ્ધા પાકી ધારે, ગુરૂના નિન્દક જનને વારે,. ગુરૂના ગુણ ગાવામાં, આનન્દ જેને થાય છે . જગતમાં. ૨ ગુરૂને સર્વ સમર્પણ કરતે, ગુરૂ પ્રભુ હૈડામાં ધરત, ગુરૂની ભક્તિમાંહી, ભાવ ભલે વર્તાય છે રે. જગતમાં. ૩ ગુરૂથી ભેટ ધરે નહીં જ્યારે, ગુરૂ ઈચ્છા વતે આચાર, ગુરૂની નવધા ભક્તિ કરવા, ચિત્ત સહાય છે રે. જગતમાં ૪ ગુરૂ દ્રોહી કરતે નહીં ઠામે, તપ જપ કરતે મુક્તિ ન પામે, તે તે કુલ વાલુક પેઠે નરકે, અટવાય છે રે. જગતમાં ૫ ગુજ્ઞા જેણે ઉત્થાપી, પ્રત્યેનીક પૂરે જગપાપી ગુરૂના સામે થઈને દ્વેષી, બહુ નિન્દાય છે રે. જગતમાં ૬
For Private And Personal Use Only