________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૨૯૩
ભૂલ્યો ભટકી દેવતો રે, જ્યાં ત્યાં રાઝની પૂંઠ, અમૃત ભજન ત્યાગીને રે, ખાતો ઘર ઘર એંઠ. સત્તાએ. ૬ જેને મળીયા સરૂ રે, તે પોતે સુખધામ;
બુદ્ધિસાગર મેજમાં રે, રહે સદા નિજ ઠામ. સત્તાએ. ૭ પિષ સુદિ ૧૧ ગુરૂવાર
માતર તેની
અ. ૧
આ૦ ૨
આ૦ ૩
સુણજે સાજને રે–એ રાગ. આતમના ઉપગે રહેવું, શુદ્ધ ધર્મ એ જાણે રે, સેવા ભક્તિ સર્વ જીવની, આતમમાંહી આણે. વાદ વિવાદો ખંડન મંડન, ઝઘડા ટંટા ત્યાગીજી; આતમને અનુભવ ઘટ કરે, થઈને તેહના રાગી. ષદર્શનમાં આતમ ગાયે, આતમ સહુમાં સવાયોજી; આત્મશુદ્ધિ માટે સહુ કિરિયા, સાપેક્ષાએ કહાયે. આત્મવિશુદ્ધિ અનુભવ આપે, કિરિયા તેહજ સાચી છે; જ્ઞાનીને અનુકુલ સહુ કિરિયા, રહેતા નિજગુણ માચી. જ્ઞાનીની વાતે સિદ્ધાન્ત, અનુભવ તેહમાં રહિયેજી; જાણે તે પરને પરખાવે, ભાવ ન જાવે કહીયે. જાગ્યા જન પરને ચેતાવે, પામે તે પર આપે છે; આત્માનુભવ જેણે લીધે, તે પર શિવ પદ સ્થાપે. પર પંચાતે દૂર કરીને, આતમ અનુભવ કરીએજી; આતમ અનુભવ જે જે હેતુ, તે સહુને અનુસરીએ. આત્મજ્ઞાની ઘટમાંહિ પ્રભુજી, સેવી નિજ પદ લેવુંજી; બુદ્ધિસાગર સેવા મેવા, સ્વાદી સુખમય રહેવું.
પિષ શુદિ ૧૨ શુક્રવાર.
આ૦ ૪.
આ૦ ૫.
આ૦ ૬
આ૦ ૭
આ૦ ૮
For Private And Personal Use Only