________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમ.
૨૯૧
ક્ષાપશમિક જ્ઞાનમાં રે, શુદ્ધ ય પરિણામ; રાગ દ્વેષ વિણ ના થતો રે, જ્ઞાનીને અભિરામ. અદ્ભુત. ૬ ક્ષાયિકજ્ઞાને શેયના રે, સર્વ પરિણામ શુદ્ધ; અનંત ધર્મથી ભાસતા રે, થાતાં ચેતન બુદ્ધ. અદભુત. ૭ સત્તાએ નિજ આત્મમાં રે, રહી એ ભાસક શકિત; આવિર્ભાવે પરિણમે રે, કેવલજ્ઞાને વ્યકિત. અદ્દભુત. ૮ સમાતા ગે સહુ રે, સર્વ સમાધિ સમાય; શુદ્ધ જ્ઞાનની વ્યકિતમાં રે, નિર્વિકલ્પ સદાય. અદ્દભુત. ૯ સેય શુદ્ધિ ત્રણ કાલમાં રે, વસ્તુ સ્વભાવે ગણાય; જ્ઞાનશુદ્ધિ પ્રગટ્યા પછી રે, સમ્યગૂ સે જણાય. અદભુત. ૧૦ જ્ઞાની જાણે જ્ઞાનમાં રે, અદભુતતા ના જરાય બુદ્ધિસાગર ખેલની રે, આનન્દ લીલા સદાય. અદ્દભુત. ૧૧ પિષ સુદિ ૯ સોમવાર.
०९. देहाध्यासाभाव. . થાય ન દેહાધ્યાસ, જ્ઞાનીને થાય ન દેહાધ્યાસ; અધિકારે કર્મો કરે રે.......પડે ન વાસના પાશ. જ્ઞાનીને. મુખ બાહુ ઉર પડદના રે, વર્ણાદિક અધિકાર; અધિકારે સેવે સદા રે, પિંડ પ્રભુ ધરી યાર. જ્ઞાનીને. ૧ બ્રાહ્મણના મુખમાં ધરે રે, બાહુમાં ક્ષત્રિય ધર્મ, ઉરમાં વૈશ્યપણું ધરે રે, પગમાં ક્ષુદ્રનું કર્મ. જ્ઞાનીને. ૨ પિંડમાં ચારે વર્ણના રે, ધારે ગુણને કર્મ, ક્ષુદ્રપણું પહેલું કરે રે, પ્રભુ થવાનો એ મર્મ. જ્ઞાનીને. ૩ પ્રથમ પાદ પૂજાય છે રે, ક્ષુદ્ર પૂજા એ ધાર; પશ્ચાત્ બાહુની પૂજનારે, પૂજા શીર્ષ પ્રકાર. જ્ઞાનીને ૪ ઉદર પૂજા વૈશ્યની રે, સગુણ કમોધિકાર; ત્રીજી વા થી કહી રે, દ્રવ્યભાવ વિચાર. જ્ઞાનીને. ૫
For Private And Personal Use Only