________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમો.
૨૮૧
सझाय.
આપ સ્વભાવમાં રે એ રાગ. સમતા ભાવમાં રે ચેતન અનુભવ જ્ઞાને રહેવું; દુનિયા સારા ખોટા કહેવે, ત્યાં નહિ મનડું દેવું. સમતા. ૧ દુનિયામાંહી કેઈન હારૂં, માન નહીં મન મહારું; કેઈ ને અંતે સાથે આવે, અને સર્વે ન્યારું. સમતા. ૨ પુદગલની બાજી સહુ જાહી, મમતા તેની ટી; કરોડપતિની સાથે ન કેઈ, લખપતિ નહીં લંગોટી. સમતા. ૩ સુખ દુઃખ વાદળ છાયા પડે, ક્ષણ ક્ષણમાં બદલાતું; નાટકીયા પેઠે અવતારે, લહીને નાટક થાતું. સમતા. ૪ કર્મવશે સહુ જી ભમતા, ભમતાં દુઃખડાં પાવે; કર્મ નચાવે તેવું નાચે, સ્થિરતા કયાઈન પાવે. સમતા. ૫ નહીં નારી ને નહીં નપુંસક, નહીં તું નર અવતારી; પુલના વેષે પહેરીને, ભટકે ભવમાં ભારી. સમતા. ૬ પુલના સંગે કોધાદિક, થાતા તે નહીં પડે, આતમસત્તાએ પરમાતમ, શુદ્ધ જ્ઞાનની તે. સમતા. ૭ નિદા વા સ્તુતિ નહીં હારી, રાગાદિકથી ન્યારે; સત્તાએ તું સિદ્ધ સમેવડ, જ્ઞાનાદિક આધારે. સમતા. ૮ આત્મસ્વરૂપે હારે રહેવું, ધર્મ એજ છે સાચે રાગદ્વેષે ચિત્ત ન દેવું, પરમભાવમાં માચે. સમતા. ૯ અલખ નિરંજન રૂપ મઝાનું, સત્તા ઠાઈ લેવું; બુદ્ધિસાગર સિદ્ધ સનાતન, બ્રહરૂપને સેવું. સમતા. ૧૦ માગશર વદિ ૧૦ સોમવાર
For Private And Personal Use Only