________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧
રાગ દ્વેષથી મનુષ્યો સાંસારિક પદાર્થોમાંઅયત આસક્ત થઈ જાય છે ત્યારે શ્રી મહાવીર પ્રભુ જેવા તીર્થકરે વૈરાગ્ય ત્યાગથી દુનિયાને ઉદ્ધાર કરે છે, જ્યારે રાગનું જોર અત્યંત વધે છે ત્યારે સાચા વૈરાગી મનુષ્ય પ્રકટે છે અને રાગના રનો અંત લાવે છે. વૈરાગ્યવિના વૈષયિક પદાર્થોની મુંઝવણ, આશા તૃષ્ણા, મૂચ્છ, આંસક્તિ ટળતી નથી માટે વૈરાગ્યની અત્યંત જરૂર છે. જેનાગમોમાં જૈન શાસ્ત્રોમાં વૈરાગ્યનું અત્યંત પ્રતિપાદન કરવામાં આવ્યું છે. મેહ ગતિ અને દુઃખ ગર્ભિત વૈરાગ્યનો ત્યાગ કરવા યોગ્ય છે. વૈરાગી મનુષ્યો પાપ કર્મોનો તથા પાપી વિચારોનો ત્યાગ કરવા સમર્થ બની શકે છે. વૈરાગી મનુબો ધર્મની સારી રીતે આરાધના કરી શકે છે. વૈરાગી મનુષ્ય ગૃહસ્થનાં વ્રત અને ત્યાગીનાં પંચ મહા વતે પાળવા સમર્થ થઈ શકે છે, વૈરાગી મનુઓ પ્રભુની ભક્તિમાં આસક્ત થાય છે અને જડ પદાર્થોને મેહ ત્યાગી શકે છે. જે ઉદાસ થઈ ફરે છે તે કંઇ ખરેખરા વૈરાગી નથી. વૈરાગી મનુષ્યમાં મમતા, અહંતા અને પાપના વિચારો હેતા નથી. મોક્ષપ્રાસાદના પગથીએ પગ દેતાં પ્રથમ વૈરાગ્યની આવશ્યકતા છે. ભરતરાજા આખા ભારત દેશના રાજા હતા છત મનમાં વૈરાગી હતા. જનકવિદેહી મનમાં વૈરાગી હતા તેથી તેઓ સંસારનાં કાર્યો કરતાં છતાં નિર્લેપ રહી શકતા હતા. વૈરાગ્યના બળવિના અશુભ રાગ દ્વેષને નાશ કરી શકાતો નથી એમ પંડિત અવબોધે છે. ભજન સંગ્રહના આઠે ભાગોમાં અમોએ વૈરાગ્યના બળે અનેક ભજન, પદના ઉદ્દગાર કાઢયા છે તેનું મનન કરતાં જાંગુળી વિદ્યાની પેઠે મેહરૂપ સપનું વિષ ઉતરે છે. વૈરાગ્ય મય કુવાલિયોના વાંચનથી અનેક પ્રકારની વૈશ્વિક વાસનાઓનો નાશ થાય છે, વૈરાગ્ય મય પદે કેટલીક વખત તો આત્મામાં ઉંડી અસર કરીને રાગના મૂળને ઉછેદી નાંખે છે. વૈરાગ્ય વિનાની એકલી પ્રેમ લક્ષણ ભક્તિથી કોઈકવાર પતિત થવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે પરંતુ વૈરાગ્યની સાથે જે શુદ્ધ પ્રેમ પ્રગટે છે તેથી કદિ પતિત થવાનો પ્રસંગ પ્રાપ્ત થતો નથી. શુદ્ધ પ્રેમની સાથે અશુદ્ધ રાગાદિ નાના સ્વરૂપ વૈરાગ્ય પરિણતિથી કષાયોને ઉપશમભાવ અને ક્ષયોપશમાદિ ભાવ પ્રગટ થાય છે. વૈરાગ્યથી નિવૃત્તિની પ્રાપ્તિ થાય છે વૈરાગ્યવિના અશુભ પાપમય પ્રવૃત્તિનો નાશ થતો નથી. વૈરાગ્યથી મન વાણી અને કાયાના અશુભ યોગો પર કાબુ મેળવી શકાય છે. અને શુભ યોગોની પ્રવૃત્તિ કરી શકાય છે. વૈરાગ્યનાં ભજનોના ગાનારા વૈરાગીઓ હોય છે ત્યારે વૈરાગ્યથી શાન્ત રસ કરી એટલે બધે હૃદયમાં ઝામે છે કે તેની ખુમારી ઘણું કાલે ઉતરે છે. વૈરાગ્યથી નિવૃત્તિ માર્ગની ઝાંખીનો અનુભવ આવે છે. વૈરાગ્ય રસથી રંગાએલા વૈરાગીઓ
For Private And Personal Use Only