________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાના ઉપયોગી બની સેવા કરવી જોઈએ. જ્યાં સુધી નામ રૂપનો મોહ છે અને શરીરમાં મમતા મોહ છે ત્યાં સુધી સેવા ધર્મમાં સ્વાર્પણ કરી શકાતું નથી. સપુરૂષના સમાગમથી અને ગુરૂની કૃપાથી સેવા ધર્મમાં ચિત્ત પરેવાય છે. આર્યાવર્ત માં આર્યોના હદયમાં સેવા ધર્મને ગળથુથીમાં અનુભવ મળે છે એવું કહેવું તે અક્ષરે અક્ષર સત્ય છે. સેવા ધર્મના સેવકે તરીકે સર્વ દુનિયાના આ બનશે ત્યારે દુનિયા સ્વર્ગ સમાન બનશે, દેશસેવકે કરતાં ધર્મસેવકે શ્રેષ્ઠ છે તેપ ણ રજોગુણ અને તમોગુણથી રહિત સત્વગુણમય ધર્મ કરનારા ધર્મસેવકે ઉત્તમ છે. ધર્મ સેવકે આત્માની પરમાત્મ દશા કરે છે. સેવા ધર્મ કરનાર કર્મયોગીઓ નાનાવરણીયાદિ કર્મોને ટાળી આત્માની શુદ્ધિ કરે છે અને એવા ભવ્ય જીએ ભવ્ય મનુષ્યોએ સેવા ધર્મને સ્વીકાર કરે જોઈએ એજ ભજન પદ્ય સંગ્રહમાં ભજનમાં અને પદોમાં હદયોદ્વારથી જણાવવામાં આવ્યું છે ! મીરાબાઈ ભકતાણી કહે છે કે મેં સન્તાને શીર્ષ પર સ્થાપ્યા છે. સંતોની સેવાથી આત્માની શુદ્ધિ થાય છે. સન્તોની સેવાથી પરમાત્માની અવશ્ય પ્રાપ્તિ થાય છે માટે કાભ્યોને સાર ઉપર્યુક્ત દ્રષ્ટિએ અવ બોધીને સ્વાધિકારે શુભ સેવા ધર્મના ઉપએમાં પ્રવૃત્ત થવું જોઈએ. નકામી બુરી કામનાઓ પર વિરાગ થયા વિના અને વિષયવાસનાને ત્યાગ પૂર્વક સત્ય વૈરાગ્ય અને તેની સાથે શુદ્ધરાગ અને શુદ્ધ પ્રેમ પ્રગટયા વિના સેવા ધર્મમાં પ્રવૃત્તિ થતી નથી. અશુભ વાસનાઓ પર વિરાગ થવો જોઈએ. અશુભ કામનાઓ પર વૈરાય પ્રગટવો જોઈએ.
અશુભ વિચારો, અશુભેચ્છાઓ, અશુભ મમતા. મેહ વગેરે ત્યાગ કરવા યોગ્ય છે. જ્યારે વિષય વાસનાઓ વિષસમાન લાગે છે. અને જડ પદ્દગલિક પદાર્થોને મેહ ટળી જાય છે ત્યારે અંતે વૈરાગ્ય પ્રગટ એમ કહેવાય છે. વૈરાગ્યના ગર્ભમાં શુદ્ધ પ્રેમને પ્રાદુર્ભાવ થાય છે અને તેથી વૈરાગી મનુષ્યો દેવ ગુરૂ ધર્મની આરાધનામાં અત્યંત રાગી, અત્યંત પ્રેમી બને છે. વૈરાગી મનુષ્યોને આ ત્માપર અને પરમાત્માપર પ્રેમ હોય છે અને તેથી તેઓ આત્મ ધ્યાનમાં પરમાત્મધ્યાનમાં તલ્લીન થાય છે. શરીરમાં રહેલા આત્માનું જ્યારે જ્ઞાન થાય છે ત્યારે શરીર પરથી રાગ ટળે છે અને અન્ય જડ પદાર્થોમાંથી રાગ ટળે છે અને તેથી શુદ્ધાત્માપર પૂર્ણ પ્રેમ પ્રગટે છે. માત્માને માટે સર્વ વસ્તુઓ પ્રિય હોય છે પરંતુ સર્વ વસ્તુઓ માટે આત્મા પ્રિય હોતો નથી. અસત્ જડ વસ્તુઓ પરથી મમતા અહંતા રાગ ટળો તેને વૈરાગ્ય કહે છે. પાંચ ઈન્દ્રિયના વીશ વિષય
For Private And Personal Use Only