________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
-
-
હિંસાને સંકલ્પ ન પ્રગટે, ગુણુપર્યાય વિચારી લગની લાગે અનુભવ જાગે, આનન્દ રસ ગુણકારી. પ્રભુજી ૮ ઝળહળ જ્યોતિ જાગે ઘટમાં, એકતાનતા ધારી, બુદ્ધિસાગર શુદ્ધપ્રેમથી, અજરામર જયકારી. પ્રભુજી ૯
સં. ૧૯૬૯ આધિન શુદિ જ
વિરહ ખમાત ન હારે, પ્રભુ મહારા વિરહ ખમાત ન હારે, કેમ જશે જન્મારે.
પ્રભુ. ક્ષણ ક્ષણમાંહી તુંહિ તેહિ તેહિ, લાગે વિરહ તમારે શા માટે કકળાવ હાલા, સહેવાતા ન ધખારે. પ્રભુ. ૧ તવ મૂર્તિમાં મુજ મન લાગ્યું, પ્રગટયે પ્રેમ પ્રચાર ક્ષણ કટિ વર્ષે સમ વીતે, જાણે હૃદય વિચારે. પ્રભુ. ૨ આંખ કાનને હૃદયવિષે તું, જીભવિષે રહેનારે; રેમમ વસી પ્રીતમ તું, સર્વપ્રાણથી પ્યારે. પ્રભુ, ૩ તુજ વિરહ મૂચ્છ મન પ્રગટે, તેમાં તું વસના પ્રેમ દશા પ્રગટી શી આવી, આવે નહીં કંઈ આરે.
પ્રભુ. ૪ અન્તર્ગતનું સઘળું જાણે, રીબવ ના રહી ત્યારે હજરાહજુર થઈ મુજ હાલમ, દુઃખથકી ઉગારે. પ્રભુ. ૫ શ્વાસવિષે શતવાર સ્મરું છું, શું શું માગું મઝિયારે; માગું હું તે પિતે તું છે, બીજો નહીં આધારે. પ્રભુ. ૬ પ્રગટ થઈ દર્શન દેઇને, દિલમાં કર ઉજિયારે બુદ્ધિસાગર અન્તર્યામી, વિનતડી અવધારે.
પ્રભુ. ૭ સં. ૧૯૬૯ આધિન શુદિ ૫.
For Private And Personal Use Only