________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૪
ભજનપદ્ય સંગ્રહ.
લ્હારી સંગે અનુભવ સુખડાં, ગુણસ્થાનક અધિકાર સમકિત ભાવે રહેતી પાસે, અનુભવગમ્ય વિચારે. હાલી ૫ શુદ્ધ જ્ઞાન પ્રીતિના ચેગે, તુજ સંગે જ વિહારે; બ્રહ્માણુ શિવા બ્રાહ્મી, તાર્યો તુજ તરનારે. હાલી ૬ મુજ અન્તરૂમાં નિશદિન રહેશે, આ ભવ દુઃખ આરે, બુદ્ધિસાગર આત્મસ્વરૂપી, ઝળહળ જ્યોતિ ઝગારે. વ્હાલી. ૭ સં. ૧૯૬૯ ભાદ્રપદ શુદિ ૧૩.
2 समज्या विना टीका करो तो शं? 10
કવ્વાલી. અમારા આશયે પૂરા, અપેક્ષાથી નહિ સમજે, સમજવા ના કરે યત્ન, અને ટીકા (નિન્દા) કરે તે શું? ૧ ધરીને કાકની દષ્ટિ, જુવે છે દોષને જ્યાં ત્યાં ગુણેને દષમાં લેખ, અહો સારૂં ગ્રહો ક્યાંથી? યથા દષ્ટિ તથા સૃષ્ટિ, જુવે જ્યાં ત્યાં જગમાંહી; ખરેખર રાગ દ્વેષ, ખરું દેખાય ના જગમાં. ખરાનો ખ્યાલ કરવાની, ખરી યુક્તિ કહું તમને, તજીને પક્ષપાતત્વ જ, થઈ મધ્યસ્થ દેખે સૈ. ગુણાનુરાગદષ્ટિથી, વિચારે સત્ય બાજુને, સ્વપક્ષો વા વિપક્ષમાં, થઈ મધ્યસ્થ સો દેખે. અરે જે ચિત્ત ભળભળીયે, હૃદયને દુષ્ટ ઈર્ષ્યાળુ પડ્યો જે પક્ષમાં રાગે, ગ્રહ્યું ત્યાં યુક્તિને તાણે. અપેક્ષાઓ નહીં જાણે, પરસ્પર સત્ય બાજુની, પરીક્ષામાં ઘણું ભૂલે, પ્રકાશે પોત પોતાનું. ગમે તે માનજે મનમાં, ગમે તે દેખજે આંખે; અનુભવ પૂર્ણ લીધાવણ, કરીશ ના કેઈની ટીકા.
For Private And Personal Use Only