________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮
ભજનપદ્ય સંગ્રહ.
निष्प्रेमदशा
કવાલિ. અરે જ્યાં પ્રેમનાં ફાંફાં, અહે ત્યાં રાખ ઉડે છે; હદયમાં અગ્નિના ભડકા, પ્રગટતી આંખમાં લાલી. ૧ અરે જ્યાં પ્રેમનાં સ્વપ્નાં, અહે ત્યાં શેકની હેળી; ચિતા સળગે બળે છે, જુઓ શમસાન ઘર વનમાં. ૨ અરે જ્યાં સ્નેહ ના છાંટે, અહો તે ખાર ભૂમિ છે; અરે એ ખાર ભૂમિમાં, ઉગે ના હાલનાં વૃક્ષે. ૩ નથી જ્યાં પ્રેમની મૂર્તિ, નથી ત્યાં મૂર્તિથી પૂજા; અરે એ પ્રેમ વણ સૂકાં, સરેવર દીલનાં જ્યાં ત્યાં. તરે નહીં આંખમાં પ્રીતિ, નથી એ આંખમાં વારિ, અરે જ્યાં આંખ છે ફિક્કી, નથી ત્યાં મેળ દેખ્યાથી. ૫ અરે જ્યાં શુદ્ધ પ્રીતિ નહિ, કઠોર જ દીલડું છે ત્યાં; દયા ઝરણું વહે કયાંથી, વહે જ્યાં તાપ મનમાંહી. મધુરાં ગાન ત્યાં કયાંથી, મનહર મેળ ત્યાં કયાંથા; મધુરા બેલ ત્યાં ક્યાંથી, અરે જ્યાં શુદ્ધ પ્રીતિ નહિ ૭ ભમે છે રાક્ષસે ત્યાં બહુ થતા બહુ ભૂતના ભડકા; ઉગે છે ઝેરીલાં વૃ, અરે જ્યાં શુદ્ધ પ્રીતિ નહિ. કપટના નાગ ડંખે છે, અરૂચિતાવ પ્રગટે છે; થતાં વિશ્વાસનાં વળખાં, અરે જ્યાં શુદ્ધ પ્રીતિ નહિ. ૯ પ્રગટતા ધૂમકેતુ ત્યાં, પ્રગટતા રેગ નાના ત્યાં; ગમે નહીં ત્યાં કરે વાસે, અરે જ્યાં શુદ્ધ પ્રીતિ નહિ. ૧૦ વિશુદ્ધ પ્રેમમય આંખે, ખરેખર સત્ય દેખાતું;
બુદ્ધયશ્વિશુદ્ધપ્રીતિની, જગતમાં રીત છે ન્યારી. ૧૧ સં. ૧૯૬૯ વૈશાખ વદિ ૮
For Private And Personal Use Only