________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન સંગ્રહ.
અમારા આશયે સર્વે, વિચારે બહુ અપેક્ષાથી અમારા સત્યને સાક્ષી, અમારી સાથે રહેનારે. ઉપજતા આશયે દિલમાં, અનુમાને વિચારે છે; અપેક્ષાવાદમાં ઉડે, અમારી સાથે રહેનારે. ગુણેને રાગ અન્તરમાં, ગુણાનુરાગથી દેખે; વિશુદ્ધ પ્રેમથી પેખે, અમારી સાથે રહેનારે. અનન્ય પ્રેમપૂજારી, સદા ચારિત્રને સાથી, સદા વ્યવહાર સમ્યકત્વી, અમારી સાથે રહેનારે. મળે શ્રદ્ધા વિચારોમાં, વહે ઉત્ક્રાન્તિના પન્થ;
બુદ્ધયબ્ધિ ધર્મને સંગી, અમારી સાથે રહેનારે. સં. ૧૯૬૯ વૈશાખ વદિ ૨
૬
- િ ના મેનો મો. પછી
કવ્વાલિ. અભેદ પ્રેમનો પ્યાલ, હૃદય ઘટમાં ઉતારી જા; વિશુદ્ધ પ્રેમ રસગે, ભૂલી જા ભેદને ભડકે. સદા સુખની ખુમારીમાં, બની તન્મય કરી મસ્તી, અભેદે ખેદ ટાળીને, ભૂલી જા ભેદને ભડકે. ભૂલી હારૂં અને લ્હારૂં, પ્રભુને ભેટ અન્તમાં, નિયમ મર્યાદ આદિ સે, ભૂલી જા ભેદને ભડકો. વિશુદ્ધપ્રેમરસ પીને, જગને પા બની પ્રેમી જગતને તું સકલ એકયે, ભૂલી જા ભેદને ભડકે. અમીરસનું ભલું ઝરણું, હૃદય ઠંડુ કરે જલ્દી અભેદીપભ્યપન્થી શૈ, ભૂલી જા ભેદને ભડકે. અમીરસનું ખરૂં વ્હાણું, ઉલટ આંખે કરાવે છે; બનીને આત્મને પ્રેમી, ભૂલી જા ભેદને ભડકે.
For Private And Personal Use Only