________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપલ સંગ્રહ.
SA. “પાત્ર થાવો. ” . શાન કછુ નહિ થાય મૂરખને જ્ઞાન કબુ નહિ થાય—એ રાગ. પાત્ર પ્રમાણે માય, જીવોમાં પાત્ર પ્રમાણે માય, ચકલી ચાર પાણી ભરશે, પચે તેટલું જોઈ; સરવરના પાણું ના પીવે, યથાશક્તિ હરકેઈ. જેમાં પાત્ર
પ્રમાણે માય. ૧ પાત્ર પ્રમાણે વસ્તુ પચે છે, અધિક અજીરણ હોય; જેની જેવી ગ્યતા તેવી, પચતું પ્રગટ અવલય. જેમાં ૨ સિંહણ દુગ્ધ સુવર્ણ પાત્રમાં, ટકે જુઓ સાક્ષાત; અન્ય પાત્રને ફેડી નાખે, જાણ્યા જેવી વાત. જીવમાં ૩ પાત્ર પ્રમાણે પ્રેમ કરે છે, પાત્ર પ્રમાણે ધર્મ પાત્ર પ્રમાણે વિદ્યા કરતી, પાત્ર પ્રમાણે શર્મ. જેમાં ૪ પાત્ર થકી અધિકું પડવાથી, ક્ષણમાંહી ઉભરાય; નદીમાં અધિકું પાણી આવે, પૂરથકી છલકાય. જેમાં પ ખાય બિલાડી ખીર ના ટકશે, દુર્જનના દિલવાત; યોગ્યતાવણ અધિકું આખ્યાથી, થતી અપાત્રની ઘાત. માં- ૬ સેમલ માત્રા ચાર માસનું, બાલક જે કદી ખાય તનમાંહી ઉત્પાત થવાથી, વહેલું પરભવ જાય. જેમાં ૭ છોકરવાદી સાધુ આગળ, છેદ વાતો ન સુહાય; પાત્ર વિના મંત્ર સાધ્યાથી, ગાંડા ઘણું છે જાય. જેમાં ૮ ગંભીરતા વણ ગુપ્ત જાણતાં, ઘણા અનર્થો થાય; મળે યોગ્યતા સર્વ જણાતું, કુદરતને એ ન્યાય. જેમાં ૯ પાત્ર થવાથી ઈચ્છિત પરગટ, શ્રદ્ધા રાખે સત્ય, પાત્રતાવણ મળે ન માગ્યું, ધાર્યું ન થાતું કૃત્ય. જેમાં ૧૦ દેવાવાળા છે તૈયાર જ, વિના પાત્રતા વાર; જેવી પાત્રતા તેવી સિદ્ધિ, તુર્ત અહીં તૈયાર. જીવામાં૧૧ પાત્રતા પ્રગટાવે પહેલી, વણ માગે મળનાર; બુદ્ધિસાગર સગુરૂ સેવા, પાત્રપણું કરનાર છમાં. ૧૨ સં. ૧૯૬૯ ચૈત્ર શુદિ ૧૫.
For Private And Personal Use Only