________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ.
જીરૂ થાજુને થવી. *
રાગ-ધીરાના પદને. યાત્રાળુને યાદી રે, શાસ્ત્રાધારે દઉં સારી, શિક્ષા માને સાચી રે, નક્કી દિલ નરનારી.
યાત્રા ભકિત દિલમાં ભરવી ભાવે, કાળો તજો કે, સાધુ જનને ભાવે સેવી, બાળ થઈ તે બધ; વિકથાની ટેવ વારી રે, મન્મથ વેગ મારી. યાત્રાળુ. ૧ જપીએ જિનવરને જિન્હાએ, દયા હદયમાં દાન, શાસે સુગુરૂ પાસે સુણીએ, મુનિનું કરીએ માન, સાધુ છે તીર્થજ સાચું રે, સત્ય રંગી સદાચારી. યાત્રાળ૦ ૨ સાધુ વર્ગની કરવી સંગત, વાચા શાસ્ત્રવિચાર, તીર્થોમાં શુદ્ધિ છે તપથી, તરીએ તે તીર્થજ ધાર; દર્શને દમવા રે, હૈડામાં ધરી હશિયારી. જૂઠું ચોરી ત્યાગી જારી, સજો સદ્દગુણ સાથ, નક્કી કોઈની કરે ન નિન્દા, નેહે ભજે જિનનાથ; કામ ઘરે કાઢી રે, બને શુદ્ધ બ્રહ્મચારી. યાત્રાળુ. ૪ આવ્યા ગુણ લેવાના અર્થે, ભૂલે ના એ ભાન, પ્રભુભકિતમાં પ્રેમી જૈને, રહેવું સદા ગુલતાન; શ્વાસે સમરો રે, ધ્યાનમાંહી પ્રભુ ધારી. યાત્રાળુ૫ માગનુસારિગુણ માચી, ધરીએ સદ્દગુણ દયાન, ગુણરાગી થઈ ગુણને ગ્રહીએ, તજીને મેહનું તાનઃ વ્રત નિજ શકિત વરીએ રે, ઉપાધિ આધિ પરિહારી. યાત્રાળુ. ૬ યાત્રામાં પ્રભુના ગુણ યાચે, ગુરૂગમ લેઈ જ્ઞાન, જંગમ થાવર તીર્થ ભજીને, સમતામૃત કરે પાન; બુદ્ધિસાગર બધે રે, મુકતદશા મળનારી. યાત્રાળ છે સં. ૧૯૬૮ ચૈત્ર શુદિ ૧૧
For Private And Personal Use Only