________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
ભજનપદ્ય સંગ્રહ.
ભાષા કોથળે શબ્દ સોપારી, પંડિત તેને તે વ્યાપારી, શબ્દ સેપારી અન્ય ખાવે, વ્યાપારી વ્યાપારે ફાવે. ભાષા ભણનાર પાર ન આવે, સાર ગ્રહે તે શાન્તિ પાવે, સહુ ભાષાને સારજ મેવા, બુદ્ધિસાગર સદ્દગુણ લેવા.
लप्रेमप्रतिज्ञामेळ. હારા અને મહારા વચ્ચે અન્તર્ કદી રહેશે નહિ, જે તું અહે તે હું ખરે એ ભાવતો વહેશે સહી, જ્યાં તું રહે ત્યાં સૂમરૂપે હું સદા છું જાણજે, જ્યાં ઐકય દૃષ્ટા દૃશ્યનું ત્યાં ભાન એવું આણજે. તુજમાં રહ્યું છે જે અરે તે તે રહ્યું મુજમાં ખરે,
જ્યાં ધાતુ મળતી ધાતુથી રંજનપણું ભા ધરે; હેજે મળ્યા સહેજે રહ્યા સહેજે પરસ્પર એક્તા, એ એકતાના ગીઓની પૂર્ણરૂપે છેકતા. જ્યાં જ્ઞાન જ્યોતિ ઝળકતી બાધા નથી ત્યાં શમે છે, એ શર્મના આસ્વાદથી જાર્યો ખરો એ ધર્મ છે; એ એકય ભાવે શર્મની ઝાંખી થતી ઝટવારમાં, હુંતું પણું જ્યાં ના જરા ત્યાં શમે છે અવતારમાં. એ શર્મ દરિયે ઉછા પારજ જરા પરખાય ના, જે ઉલટ આંખે દેખતો તે ભેદમાં ભરમાય ના એ મેળમાં હું તું મળ્યા હું તું રહ્યા ના જાગતાં, જે જાગતાં ઉંઘી ગયા તે દુ:ખ ના લે વાગતાં. એ જાગવું ને ઉંઘવું એ ભેદ અવઘટ ઘાટના, એ ઘાટ અવઘટ ઉતર્યાથી દિવસ તેમજ રાત ના હું તું ભૂલાયું ઉંઘમાં ને જાગતાં ત્યાં મેળ છે, બદ્ધબ્ધિ એવા મેળથી આનન્દ રેલ છેલ છે.
For Private And Personal Use Only