________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
ભજનપદ સંગ્રહ.
== મિત્રનો મિત્ર પ્રતિ મારા. શું સ્નેહ તે આ હશે કે એકલા ચાલ્યા જવું, શું પ્રેમ ત્યાં પરતંત્રતા એ તે હવે જાણ્યું નવું; વાતે કરે ના દીલથી સાથે ફરી એ પ્રેમ છે ? વિદને પડે પાછો હઠે એ પ્રેમમાંહિ નેમ શો? તાપજ નથી જે પ્રેમપર એ પ્રેમની કિસ્મત કશી, સ્વાર્થે જને પ્રેમી બને તે અંતમાં જાતા ખશી; એ પ્રેમના સાગર વિષે રત્ન ઘણાં તળીએ રહ્યાં, જે મરજી છે જૈ બુડી રને અહો તેણે લહ્યાં. જે સ્નેહ સાચો હોય તે હેમજ રહે ના ચિત્તમાં, જે સ્નેહ સાચે હોય તે મમતા રહે ના વિત્તમાં જે સ્નેહ સાચો હોય તે જુદે પડે ના દેહથી, મરણાંત કટૈ પુષ્પની પેઠે જણતાં નેહથી. તે વાણમાં આવે નહીં દિલતારમાં ઝણઝણ થતા, જન પ્રેમ દીપકમાં પડી રાખજ બની ઉડી જતો જે જડવિષે પ્રીતિ ધરે તે પ્રેમ સમજે ના કર્યો, એ ભેગીના ભાગ્યે નથી એ પ્રેમ જ્ઞાનીમાં વો. દૂર થતાં જૂદા થતાં સ્નેહી વિના તે ના ગમે, એ ભાવ પ્રગટ્યો ચિત્તમાં તે એક શાથી ભમે, તુજ પ્રેમ જગ વ્યાપક બન્યું તે ભેદના ભડકા નહીં,
જ્યાં ભેદ ભડકા જાગતા કૃત્રિમ પ્રીતિ ત્યાં રહી. એ રૂપને પ્રેમ જ નથી એ શોખને પ્રેમ જ નથી, જે પ્રેમમાં નિર્દોષતા તે પ્રેમની વાત કથી; એ ભેદ નિયમમાં નથી એ વાતમાં ના જાતમાં, બુદ્ધચષિ અન્તર્ મિત્રને કથીયું અરે પરભાતમાં. ૬
GU
For Private And Personal Use Only