________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપલ સંગ્રહ.
एक सत्य प्रेमी मित्रे स्वमित्रने आपेल उपालंभ.
તુજને સ્મરૂં બહુ પ્રેમથી બોલાવતે બહુ પ્રેમથી, પણ પ્રેમને પરખ્યા વિના હે ભવ્ય તું ભટકાય છે; ખીલી લતાએ વનવિષે પુષ્પ સુગંધે મહમહે, ભ્રમરા વિના શુભવાસની કિસ્મત કહો કયાં થાય છે. જે મન્દ મતિયા મૂઢ જન તે પ્રેમને કયાં પારખે, હીરે ઝવેરી પારખે મૂઢા કિસ્મત પાય છે; દિલ દઈને ના જાણતા તે મિત્ર પણ નહિ ઢેર છે,
જ્યાં પ્રેમની પિછાન ના ત્યાં વાત શેર બકેર છે. એ ઉંદરી વિવાહમાં જ્યાં મળે ત્યાં શું બેલવું, જેવી તમારી યોગ્યતા તેવું હદય તે હાય છે, માનસ સરોવર ત્યાગીને ખાબેચઆમાં ન્હાય છે, જાણે અહો એ કાગડા ઝટ વૃત્તિ તે પરખાય છે. ચિન્તામણિને કાંકરા જેવું ગણુને બાળકે, રાચી રહે છે કાચમાં અજ્ઞાનથી એ જાણવું
જ્યાં ચિત્ત ખેંચે ચિત્તને ના મેળ ત્યાં છાને રહે, નિશ્ચયથકી એ જાણજે સમજી હૃદયમાં આણવું. ખોટું ખરૂં સ્વાચ્છન્ધમતિના યુગથી જાણે નહીં, આચારમાં મૂકે નહીં એ કૃત્યને બહુમાનથી, અધુના નહીં સમજાય તે પશ્ચાત્ જ્ઞાને જાણજે, બુદ્ધ બ્ધિ સાચા મિત્રની પ્રીતિ ખરી શુભતાનથી.
C૪ વધારો મારૂ. શક્તિ વધારે ભાઈ, શક્તિ વણ ન જવાતું;
જ્યાં શક્તિ ત્યાં રાજ્યરે, નબળું જન રીબાતું–શક્તિ તન મન શક્તિ વૃદ્ધિથી, માર કદી ન ખવાય, વકતૃત્વ શક્તિથકી સારૂં સમજાવાય;
For Private And Personal Use Only