________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
ભજનપદ્ય સંગ્રહ.
vvvvvvv
પ્રથમ જે જે હતી શ્રદ્ધા, પછીથી તેહ બદલાતી; પડે તારતમ્ય ભેદ બહ, સદા નહિ માન્યતા સરખી. ૫ રૂચે પૂર્વે અધુના તે, રૂચે નહીં છેષ ત્યાં પ્રગટે, થતે જ્યાં દ્વેષ ત્યાં પ્રીતિ, સદા નહિ માન્યતા સરખી. ૬ પ્રવૃત્તિ પૂર્વ જ્યાં થાતી, નિવૃત્તિ તે થકી થાતી; નિવૃત્તિની પ્રવૃત્તિ છે, સદા નહિ માન્યતા સરખી. કયું પૂર્વે લખ્યું પૂર્વે, પછીથી ભૂલ ત્યાં લાગે, પ્રથમ બધું પછી વૈરી, સદા નહિ માન્યતા સરખી. અનુભવ આવતાં એવું, ખરૂં સમજાય સહુને એક બુદ્ધ બ્ધિ સંત સેવાથી, થતી સ્યાદ્વાદની જ્ઞપ્તિ.
* रयुं छे प्रेममां सर्वे. ખરે સમ્યત્વને પાયે, રૂચિ વા પ્રેમ એ ભાસે; ગઈ પ્રીતિ ગયું સર્વે, રહ્યું છે પ્રેમમાં સર્વે. થતાં પ્રીતિ નથી ભીતિ, રહી છે પ્રીતિમાં નીતિ; ખરી પ્રીતિ થકી મુક્તિ, રહ્યું છે પ્રેમમાં સર્વે ખરી પ્રીતિવિષે યારી, હૃદયની વાત નહીં ન્યારી; જણાવે સણે ભારી, રહ્યું છે પ્રેમમાં સર્વે જીવનની દિવ્યતા ભાસે, અલૈકિક પ્રેમના ગે; ભુલાવે ભાન દુનિયાનું, રહ્યું છે પ્રેમમાં સર્વે. પ્રશસ્યપ્રેમભક્તિએ, મિલનતા દેવની સાથે, કરાતી ખાખ મમતાની, રહ્યું છે પ્રેમમાં સર્વે. કરાતી પ્રાણ આહૂતિ, સમર્પણ સર્વ થઈ જાતું; હૃદય વિદ્યુત્ છે જૂદી, રહ્યું છે પ્રેમમાં સર્વે પ્રભુને પ્રેમ પૂજારી, અલૈકિક પ્રેમ સંસ્કારી, બુદ્ધચબ્ધિ ધર્મ પ્રીતિથી પ્રગટ થાતા પ્રભુ પોતે.
For Private And Personal Use Only