________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
પ૭ કરી સંકલ્પની દૃઢતા, થતે વિક્ષેપ પરિહારી,
બુદ્ધયધર્મ કૃત્યે જે, કરે તે મસ્ત થઈ કરશે. ૪ ભાવાર્થધર્મક્રિયાઓ કર્યા વિના હૃદયની શુદ્ધિ થતી નથી. ઉપાય દષ્ટિથી સમ્યગ્ર વિચાર કરવામાં આવે તો એવં અવબોધાશે કે કર્તવ્યરૂપ જે જે ધર્મકાર્યો છે, તેમાં સ્વાધિકારતઃ પ્રવૃત્ત થવાની દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવે આવશ્યક્યા છે. ધર્મક્રિયામાં પ્રવૃત્ત થનારાઓએ જે કરવું, તેમાં તન્મય બની જવું. વિક્ષેપ ચિત્તથી વા શૂન્ય ચિત્તથી કરાતી ધર્મક્રિયાઓથી પરિપૂર્ણ સાધ્યફલ સંપ્રાપ્ત થતું નથી. અતએ તીર્થકરોની આજ્ઞાનુસારે પ્રબોધવાનું કે ભવ્યો !!! તમે જે જે ધર્મક્રિયાઓ કરે તેમાં અત્યંત રાગ ધરીને મસ્ત બનો.ધર્મક્રિયામાં પ્રેમમસ્ત બન્યા વિના અમૃતાનુકાનફલ સંપ્રાપ્ત થઈ શકતું નથી. મન મર્કટ સમાન છે તેને એકજ ક્રિયામાં સ્થિર કરવું એ ભગીરથ કાર્ય છે. તથાપિ અવધવું કે જેમાં અત્યંત પ્રીતિ હોય છે ત્યાં મન સ્થિર થઈ જાય છે. ધર્મક્રિયાઓ કે જે કરવામાં આવતી હોય તેમાં પ્રથમ અત્યંત પ્રેમ પ્રગટાવવો અને તેમાં જ મારૂં શ્રેય છે એમ દઢ વિશ્વાસ લાવીને તેમાં લયલીન થઈ જવું. એજ કરણું પ્રવેશમાં ખાસ લક્ષ દેવું જોઈએ. ધર્મક્રિયાઓ જે જે કરવામાં આવે તે તે ક્રિયાઓ કરતી વખતે અન્ય બાબતમાં ચિત્ત ન જવા દેવું. જે જે ધર્મક્રિયાઓ કરવામાં આવે તેને જ મનમાં ભાવીને તેનું જ મનન અને ગાન કરવું, તેમાંજ દઢ સંકલ્પથી પ્રવૃત્ત થવું. આ પ્રમાણે ધર્મક્રિયાઓને મસ્ત બની કરવાથી સાધ્યની સિદ્ધિ સમ્મુખ પ્રવૃત્તિ કરાય છે.
“ડ સા નહિ માન્યતા હતી . આ
સ્વયં મનમાં વિચારીને, જુઓ નિશ્ચય કર્યા પૂર્વે પરિવર્તન થયાં બહુલાં, સદા નહિ માન્યતા સરખી. ૧ ઘણું દેખે ઘણું જાણે, ઘણું સુણતાં ઘણું વાંચ, વિચારમાં થતી વૃદ્ધિ, સદા નહિ માન્યતા સરખી. થત ઉત્પાદ વ્યય તેમાં, ફરે પયયના ફેરે; અનુભવ આવતાં જુદે, સદા નહિ માન્યતા સરખી. ૩ પ્રથમ જે જે રૂચે ના તે, પછીથી રચતું તે તે, પ્રથમ ખોટું પછી સાચું, સદા નહિ માન્યતા સરખી. ૪
For Private And Personal Use Only