________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરૂ, ધમપર આત્માપર પ્રેમ પ્રગટ્યા વિના કદી સમ્યકત્વની પ્રાપ્તિ થઈ નથી, થતી નથી અને ભવિષ્યમાં થશે નહીં. આત્મા પર પૂર્ણ પ્રેમ પ્રગટવાથી આત્માની શોધ માટે સદ્દગુરૂની આવશ્યકતા સ્વીકારવી પડે છે અને આધ્યાત્મિક ગ્રન્થની આવશ્યકતા સ્વીકારવી પડે છે. અધ્યાત્મજ્ઞાનનાં ભજનેને–પદેને વાંચતી વખતે ગુરૂગમની ખાસ જરૂર પડે તેમ છે. કર્તાના આશયને પૂર્ણ અનુભવ લીધા વિના અધ્યાત્મજ્ઞાનનાં પદમાં ઉંડા ઉતરી શકાતું નથી અને તેમજ વાંચતાં અનેક સ્થળે શંકાઓ રહે છે, જેને આધ્યાત્મિક શાસ્ત્રો અને અન્ય દર્શનીય આધ્યાત્મિક શાસ્ત્રોનો પરિપૂર્ણ અનુભવ પ્રાપ્ત કર્યો છે, એવા અધ્યાત્મજ્ઞાનીઓની પાસેથી જે અધ્યાત્મ પદોમાં સમજણ ન પડે તેને અનુભવ લેવો-અધ્યાત્મજ્ઞાનના પદમાં પત્ર ૫૮૫ માં.
...સંતો સત્ વત્તાવું છે એવું સમજું તેવું તેવું પાવું. એ હેડીંગવાળું વિષયવાળું પદ આવે છે તેમાં આત્માને સર્વ વસ્તુરૂપે દેવ દેવીઓ રૂપે વર્ણવેલ છે. શ્રીરામતીર્થ સ્વામીએ એક આધ્યાત્મિક વિષયનું પદ બનાવ્યું હતું. રામતીર્થ સ્વામીના નવ ભાગે જેણે વાંચ્યા હશે, તેને એ પદને ખ્યાલ આવશે. રામતીર્થ સ્વામીના આધ્યાત્મિક પદો અમોએ એ પદરૂપે અનુવાદ કર્યો છે, પરંતુ જેનદષ્ટિએ તે પદ સત્ય સમજવું નહીં. તો પણ અનેકાન્ત દષ્ટિએ તે અનુવાદરૂપ પદના વિચારને આત્મામાં અસ્તિનાસ્તિની અપેક્ષાએ ઘટાવી શકાય છે. કેઈ દષ્ટિએ આત્મા સ્વર્ગ રૂપ છે, નરકરૂપ છે. ચઉદરાજ લોકરૂપ છે. આત્મામાં અન્ય જગતના સર્વ પદાર્થોને નાસ્તિ ધર્મ રહ્યો છે. આત્મા વિના બાકીનાં પાંચ દિવ્ય ગુણપર્યાયે અનંતા છે અને તે અનંતાગુણ પર્યાય સહિત પાંચ દ્રવ્યરૂપ જગત છે તે આત્મામાં નાસ્તિરૂપે કહ્યું છે, તેથી આત્માને કાલરૂપ મહાકાલમાં રાત્રીરૂપ દિવસરૂપ કહેવામાં આવ્યો છે. સર્વ ધર્મના જે જે ગ્રન્થ છે તે પણ જીવના જ્ઞાનપરિણતિનાં અંશરૂપ સર્વ શાસ્ત્રોને પણ ઉપચારે આત્મારૂપ કહ્યાં છે. અદ્દેદવાદીઓ આત્માને એક સર્વરૂપ માને છે ત્યારે સ્વાદાદ શાસ્ત્રો અનેકાન્તપણે અતિ નાસ્તિ આદિ અનેક અપેક્ષાઓને લઈ આત્મામાં સર્વને માની સર્વરૂપે ગુણ ગુણી અભેદે તથા પર્યાયી તથા અસ્તિનાસ્તિ પર્યાના અભેદે આત્મામાં સર્વને માને છે. આત્મા ચંદ્રરૂપ છે, સૂર્યરૂપ છે, સાગરરૂપ છે. સર્વ ધર્મના કર્તારૂપ છે તે પર્યાને આત્મામાં અને ભેદ ઉપચાર કરીને અનેક નાની અપેક્ષાએ રૂપકે ઘટાવ્યાં છે. અનેકાન્ત ન યની અપેક્ષાએ કથંચિત સર્વ રૂપકે તે આત્મામાં તે અનુવાદરૂપ પદમાં ઘટા
For Private And Personal Use Only