________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
ભાગ આઠમે. छ अनुयायी थयो तो शुं.
(કવાલિ.) અમારે ભાવ જાણે ના, અમારું દિલ જાણે ના, નહીં જાણે સમય કૃત્યે, અનુયાયી થયે તે શું ? ૧ નથી શ્રદ્ધા ખરી બેઠી, પ્રમાણિકતા નથી આવી; હદય પ્રેમી નથી પૂરે, અનુયાયી થયે તે શું? ૨ હૃદયમાં સ્વાર્થનાં ચિત્રે, ખરી વખતે ખસે આઘે, વહે ગાડરપ્રવાહે રે, અનુયાયી થયે તે શું ? સમજ આશાને ના, વિવેકે ના કરે કાર્યો, જગતના ધંધામાં દેડે, અનુયાયી થયે તે શું? વહે ગાડર પ્રવાહ ને, સમજતે ના કરે તે તે, હૃદય જુદું વચન જુદું, અનુયાયી થયે તે શું ? ૫ નથી જ્યાં ટેકની વૃત્તિ, ઘડીમાં નવ ધરે રંગે વિચારેના જ પરપોટા, અનુયાયી થયે તે શું? ૬ જગની લાજને કીડે, જગના મોરલી શબ્દ કરે છે નાચ નવ નવ રે, અનુયાયી થયે તે શું? ૭ ભવાયાની પરે બેલે, હરાયાની પરે ચાલે; અલશીયાની પરે વહત, અનુયાયી થયે તે શું? ૮ અહો વન રેઝની પેઠે, કુર્દેદા કરે જ્યાં ત્યાં, હૃદય સત્કાર નહીં પૂર, અનુયાયી થયે તે શું? ૯ નથી બહુમાન ને ભક્તિ, પ્રતિજ્ઞાથી ફરી જાવે; નથી કિસ્મત મળ્યાની કઈ, અનુયાયી થયે તે શું? ૧૦ જગની દેડમાં દોડે, વિચારે નહીં કરું છું શું? હૃદયની શુદ્ધિ નહિ જેની, અનુયાયી થયા તે શું? ૧૧ અનુયાયી જગત્ વિરલા, ખરા જે જ્ઞાનથી થાતા; બુદ્ધચલ્પિ શુદ્ધપ્રીતિથી, અનુયાયી બને સાચા. ૧૨
For Private And Personal Use Only