________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
~~~~~
ભાગ આઠમે. ~~~~~~~~~~~~~~ રહી ના શુદ્ધ પ્રીતિ જ્યાં, રહી ના શુદ્ધ ભક્તિ જ્યાં; હરાયા ઢારના જેવા, ફર્યા તે શું? રહ્યા તે શું? સદા નહિ એકનિષ્ઠા જ્યાં, ફરી જાતા વદી વચને, પ્રમાણિકતા નથી પૂરી, ફર્યા તે શું? રહ્યા તે શું? હૃદયને પ્રેમ નહિ ચાહે, હૃદયભક્ત નથી એ તે, બુદ્ધ બ્ધિ સન્ત ભક્તની, છુપાવી ના છુપે ભક્તિ
- - – સવા તું શું લા તું તું. -
(કવ્વાલી.) પરસ્પર પ્રેમના રંગે, ખરેખર ચિત્ત રંગાયાં, ઉછળતાં ચિત્ત દેખ્યાથી, સદા હું તું સદા તું હું. મળ્યું છે ચિત્તથી ચિત્તજ,નથી જ્યાં મૃત્યુની પરવા; વિશુદ્ધપ્રેમસાગરમાં, સદા હું તું સદા તું હું. ૨ પરસ્પર ચિત્ત રેડાયાં, થતા સંયમ પરસ્પરમાં ઉઠે છે તારમાં તારે, સદા હું તું સદા તું હું સમાતું તુજસા મુજમાં, સમાતું તુજમાં મુજ હૈ, સદા એવું બન્યું રહેતું, સદા હું તું સદા તું હું. ૪ સદા સંબંધ એ જ્યાં, વિશુદ્ધજ્ઞાનપ્રીતિ ત્યાં
બુદ્ધ બ્લિદિવ્ય સંબધે, સદા હું તું સદા તું હું. ૫ ભાવાર્થ–પરસ્પર વિશુદ્ધ પ્રેમે જ્યાં ચિત્ત રંગાયાં છે, ત્યાં એક બીજાને નિરીક્ષવાથી હર્ષોલ્લાસતરંગવડે પરસ્પર ચિત્ત ઉછળે છે. આવા દિવ્ય વિશુદ્ધ પ્રેમથી રંગાયેલા આત્માઓમાં તું તે હું પિતેજ છું અને હું તે તું છું અથોત. કાયાની ભિન્નતાએ ભિન્નપણું દેખાય છે, પણ આતરિકદશાએ તો તું તે હું અને હું તે તું છું એવો સદા દદ્રભાવ રહે છે તે કદિ ટળતો નથી. આવા વિશુદ્ધ પ્રેમસાગરમાં ચિત્તથી ચિત્ત મળેલું હોય છે અને જ્યાં મૃત્યુની પરવા નથી એ હું તે તું અને તું તે હું એ દઢ પ્રેમભાવ સંબંધ બને છે. એક બીજાનું ચિત્ત પરસ્પર એક બીજામાં રેડાયેલું રહે છે અને પરસ્પર વિશુદ્ધ પ્રેમતાનના યોગે પરસ્પર એકબીજાના ચિત્તમાં સંયમ થાય છે. અને એકના હ
For Private And Personal Use Only