________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જજનપદ સંગ્રહ,
- પ મ ગુમારી. -કપ્રેમ ખુમારી ઓર પ્રભુ તુજ પ્રેમ ખુમારી ઓર, ન્યારું પ્રેમનું તેર, પ્રભુજી પ્રેમ ખુમારી એર. અટપટ પન્થ છે પ્રેમને રે, ધડ પર શીર્ષ ન હોય, ખેદ ભેદ ભય જ્યાં નહીં રે, ઉલટી આંખો જોય. પ્રભુત્ર ૧ હું તું ભેદ રહે નહીં રે, જ્યાં સઘળું કુરબાન, મેહવાસના જ્યાં નહીં રે, લાગી રહે એક તાન. પ્રભુત્ર ૨ પ્રેમ પન્થ ભૂલ્યા પડ્યા રે, ભટકે દુનિયા લોક, વિષયમાં પ્રીતિ ધરી રે, પાડે છેટી પક. પ્રભુ ૩ મૃત્યુ ન ભાસે પ્રેમમારે, આનન્દ રસ મન લીન,
સ્વાર્થ મેલ જ્યાંના જરારે, દુ:ખીયે વા નહીંદીન. પ્રભુત્ર ૪ તેહિ તૃહિ તેહિ સદારે, ધ્યાતા ધ્યેયનું એક, પ્રેમ સમાધિ તાનમાંરે, ઓર જાતની ટેક. પ્રભુત્ર ૫ પ્રેમ ચાલે પીધા પછી રે, ચઢે ખુમારી ઓર, ઉતરે નહીં પાછી કદારે, જુદું તેનું કંઈ તેર. પ્રભુ ૬ પ્રેમ તાન રસિયા સદારે, પ્રત્યે તુજ સન્ત જેહ, બુદ્ધિસાગર શિવપુરી, પ્રાપ્તિ કારણ એહ પ્રભુ ૭
ભાવા–હે પ્રભો! તારા ઉપર લાગેલી પ્રેમની ખુમારી એ—અર્થાત, જુદા પ્રકારની છે અને તારી સાથે લાગેલા પ્રેમનું તોર પણ આ દુનિયાના પ્રેમથી જુદા પ્રકારનું છે. હે પ્રત્યે પ્રેમને અટપટો પન્થ છે. પ્રેમના પન્થમાં ચઢેલા છે મોહે મુંઝાઈને સંસારસમુદ્રમાં તરંગોની પેઠે ઉપજે છે અને વિનાશે છે. હે પ્રત્યે પ્રેમને પન્થ દુનિયા જે કહે છે તેના કરતાં જુદા પ્રકારનો છે. હે પ્રભો! હારા પ્રેમના પન્થમાં વિચરનારાઓના ધાડપર શીર્ષ હેતું નથી એવું અનુભવવામાં આવે છે. હે પ્રભો ! તારા લેકેત્તર પ્રેમમાં ભય-ખેદ અને ભેદ વગેરેનું સ્વપ્ન પણ નથી. હે પ્રભો! તારા પ્રેમમાં હું તું ને ભેદ રહેતો નથી, અને જ્યાં સઘળી જાતને આત્મભોગ આપવામાં આવે છે તથા જ્યાં ઉલટી આંખે અર્થાત સંસારમાં જે આંખે દેખવામાં આવે છે, તેના કરતાં જુદા પ્રકારની આખે દેખવામાં આવે છે એવા પ્રેમમાં સાંસારિક મેહવાસના રહેતી નથી અને ત્યાં એકતાનતા લાગી રહે છે અને તેથી રમે રેમે આનન્દ વ્યાપી જાય છે, એવા પ્રેમથી હે પ્રભો ! હું તારી સાથે સંબંધ બાંધવા ઈચ્છું છું. ઈત્યાદિ.
For Private And Personal Use Only