________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લજનપદ્ય સંગ્રહ.
દે–અપરાધે વગેરેની ક્ષમા આપતું નથી તેમજ પ્રભુને દુઃખો ટાળવા વિજ્ઞપ્તિ કરે છે, પણ અન્ય જેનાં દુઃખ ટાળવા પ્રયત્ન કરતા નથી તે પ્રભુને ભકત શી રીતે ગણી શકાય ?
ઈત્યાદિ.
-: ક પશ્ચાત્તાપ પૂર્વ પ્રમુ રોધ ---
(ભૈરવી ગઝલ.) તું પુણ્ય દિલમાં ઉતરીને રોઈને પ્રભુને અરે, જે જે કર્યું જીવન ધરી, આલેચ કરે તેને ખરે; પસ્તાઈને બે આંખમાં, ગંગા અને જમના ભરી, પાયે પડી પ્રભુ સેવ તેથી, ઝટ જશે સંકટ ટળી. જે જે કરે કાર્યો અરે, તેમાં પ્રભુ નહિ ભૂલવા, સાક્ષી બનીને ચાલ, એ છે કર્મની સારી દવા, તું શેધ સાચા જીગરથી નિજ આત્મને તેજે ભર્યો, એ શેાધવામાં હું નહીં ને, તું નહીં ભાવજ ધર્યો. ૨ તું વિનવ સાચા ભાવથી, પ્રભુને ખરા અદ્વૈતમાં, સ્યાદ્વાદથી અદ્વૈતમાં, રહીને જુઓ નિજ દ્વૈતમાં ખુલ્લા થશે સિ ભેદ, આ જગમાં રહ્યા ગંભીર તે,
બુદ્ધ બ્ધિ જ્ઞાની જાણ, જ્ઞાને અનુભવ ધી રતે. ૩ ભાવાર્થ–પ્રભુના ભક્ત અને આત્મદર્શનેછક ભવ્ય! તું તારા હૃદદયમાં ઉતરીને અને વિનયમૂર્તિ બનીને ખરી જિજ્ઞાસાથી પ્રભુને રોઈને હારૂં સાચું સ્વરૂપ શું છે તે પુછજ્ય! છંદગી ધારણ કરીને હું જે જે કૃત્યો કર્યો તેને ઉડો આલેચ કર! અને હું જે જે પાપકર્મ કર્યા એવું લાગે તે સંબંધી પશ્ચાત્તાપ કર અને જમણી આંખમાં જ્ઞાનરૂપાયમુનાને વહેરાવ અને ડાબી આંખમાં ભક્તિરૂપ ગંગાને વહાવ તથા હૃદયને એવી રીતે ખાલી કર કે જેથી હારી જીંદગીમાંથી પાપકર્મના કાળા ડાઘાએ ભૂંસાઈ જાય. પાપકર્મને ૫શાત્તાપ કરીને માનસિક સૃષ્ટિમાં પ્રભુને પધરાવીને તેમને પગે લાગી અને તેમની સેવા કરે કે જેથી સર્વ સંકટોને તરી જઈશ. જે જે કાર્યો કરે તેમાં હારે અન્તર્યામી પ્રભુને ભૂલવા ન જોઈએ. સર્વ કાર્યોમાં સાક્ષી બનીને ચાલ. ખરેખર સાક્ષીભાવ તેજ રાગદ્વેષાહંવૃત્તિ આદિ કર્મોનો નાશ કરવાને સારી દવા છે.
For Private And Personal Use Only