________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લો.
૧૨૩
“મ િવ મળવત્તર.—g.
(૧૭૭) ભક્તિ કરે ભગવન્તનીરે, મન લાવીને પ્યારે, પ્રેમે પ્રભુપદ પૂજીએ, તજી વિરૂવા વિકારરે, ભક્તિ જગતમાં દેહિલી, સહુ શાસ્ત્રનું સારરે, કટે કોટી જન્મની કલ્પના, સુખ શાન્તિનું દ્વારરે. ભક્તિ ૧ રણમાં ચઢયે વીર વેગથીરે, કરે પાછા ન પાયરે; ગુઝે ધડથી કપાતાં શીર તે, એવે ભક્તિને ન્યાય રે. ભક્તિ. ૨ બળી જવાને ચાલતીરે, સતી હર્ષે હરખાયરે; પડે તે હેમાં પ્રેમથી, ગુણ તેના ગવાયરે. ભક્તિ . ૩ પપૈયે પિયુ પિયુ બેલતેરે, કર્યો મેઘશું નેહરે, અન્ય પાણી નહિ આભડે, પડે તેપણ દેહરે. ભક્તિ ૪. તન ધન જાડું જાણીને, દિલ લાવીને રાગરે; સાચા સાહિબને આદર, ધરી શ્રદ્ધા વૈરાગ્યરે. ભક્તિ ૫ કાયર થઈ નહિ કંપીએ રે, લડે કર્મની સાથરે, કરી કેશરીયાં છીએ, ઝાલે મુક્તિને હાથ રે, ભક્તિ - ૬ રહેલ રાધાવેધ સાધરે, પણ ભક્તિ મુશ્કેલરે; બુદ્ધિસાગર ગુરૂસથી, જોતાં લાગે છે હેલરે. ભકિત. ૭.
(સાણંદ).
“પરમપ૯પરમાતમ ગુણ ગાવું.”—i
(૧૭૮ ) (ઝીંટી–નાથકેસે ગજકે બંધ છોડા–એ રાગ) પરમપદ પરમાતમ ગુણ ગાવું, પ્રેમે નિશદિન ધ્યાવું. પરમ ૧ સાર શુદ્ધ સિદ્ધાંત સકળનું, આતમ તત્વ પ્રકાર્યું; ધ્યાતા ધ્યેય ધ્યાન એક, સિદ્ધ સમું સુખ ભાસ્યું. પરમ૦ ૨ આતમ પરમાતમ, વિવેચન, દુઃખ મમતા હરનારું; અન્તર્યામી સાખ પૂરે છે, લાગ્યું તે મન પ્યારું.
પરમ૦ ૩
For Private And Personal Use Only