________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
ટ
આત્મસ્વભાવે રમણુતા, સત્ય ચરણ અવધાર; ગુણ સ્થાનક આરેહવા, પરપરિણતિ નિવાર. પરસ્પરિણતિના નાશથી, સ્થિરતા ઘટમાં થાય; અખણ્ડ ચિન્મય ચેતના, શુદ્ધરૂપતા પાય. સારસાર સહુ ગ્રન્થનું, સમ્યક્ ચેતન જ્ઞાન ચેત્યા તેમાં જે રમ્યા, પામ્યા શાશ્વત સ્થાન. અનુભવજ્ઞાને ઓળખે, જ્ઞાની શિવપુર પન્થ; નિશ્ચય ચરણે તે રમ્યા; સત્ય થયા નિગ્રન્થ. ભંગ પડ્ડમાં લેપતા, જ્ઞાની કદા ન પાય; જલપણું જવત્ ભિન્ન તે, અત્તમાંહિ સદાય. અન્તવૃત્તિ આતમા, દયિક ભાવે ભેગ; જોગવતાં પણું ગી રે, ટાળે ભવભય રોગ. બાહ્યચરણ ચારિત્રમાં, એકાન્ત નહિ ધર્મ, આત્મજ્ઞાન વિના કદિ, ટળે ન આઠે કર્મ. અન્તરનું ચારિત્ર તે, ચક્ષુથકી ન જણાય; દશ્ય વસ્તુ પુગલ સદા, ચેત આતમરાય. અલપ સમયમાં સાધિ, આત્મતત્વ સુખકાર; લહ ભવ્ય શુદ્ધાત્મને, પરમ તત્ત્વ અવતાર. સિદ્ધા સિદ્ધ સિદ્ધશે, કરી કર્મને અન્ત; તે સહુ આતમ જાણુને, ઈમ ભાખે ભગવન્ત. આત્મિક શુદ્ધ સ્વભાવના, ઉપગે છે ધર્મ, બુદ્ધ બ્ધિ સુખ શાન્તિથી, પામે શાશ્વતશર્મ. અનુભવ બત્રિશી કહી, ગામ પાર દિન એક; વિચરી આતમ દેશમાં, પામી સાચી ટેક.
For Private And Personal Use Only