________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પછ
અન્તર્ પ્રભુતા જાગતી તેથી જ વાણી નીકળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. વેદ અનાદિ કાલથી તીર્થકરોની વાણીએ, સહુ જાતની શિક્ષાભર્યા આચારથી મન આણીએ; પ્રામાણ્ય સર્વોત્કૃષ્ટ છે નિરવ વાણી જય કરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. સ્વતંત્ર સારા હૃદય છે વેદે ખરા મન આણીએ, દુખ ટને પરતંત્રતા તે વેદ સાચા જાણીએ; વિનતિ શાન્તિ વિષે શુભ વેદ જ્યોતિ ઝળહળી,
એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. જેજે મરેલા વેદ તેમારતા જગજીવને, સમજણ પડે નહિ મૂર્ખને તેમજ વળી મહાકલિ બને; જ્ઞાનેદધિ મૃતદને બાહિરૂ કાઢે ( છાંળથી ) ઉછળી એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી; આ વિશ્વમાંહિ વેદના પર્યાય શબ્દ જે લહ્યા, ભાષા ગમે તે જાતની પણ જ્ઞાનને કહેતા રહ્યા; સમ્યગુ થતા જ્યાં નિર્ણયે જાતા ન લોકે આથડી, એવી અમારી વેદની છે. માન્યતા નિશ્ચય ખરી. માનવ ગમે તે જાતના અધ્યાત્મજ્ઞાની જે અહે, તે તે મનહર વેદ છે સાપેક્ષદયા મન લહે; પૂર્વે અહે જે ભારતું તે હાલ ભસે છે વળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. ઉપકારનાં સૂવે ભલાં તે શબ્દ વેદે શોભતાં, એ શબ્દ વે વિશ્વમાંહિ સર્વનું મન થોભતાં; ઉપકારની સહુ વૃત્તિ છે કે શ્રદ્ધા પરવડી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. પ્રામાણ્ય વર્તન વેદ છે પ્રમાણ્ય વર્તન દેવતા, પ્રામાણ્ય વર્તન પ્રગટ: દે ચરણને સેવતા; પ્રામાણ્ય વાદી વેદ છે જાશે નહીં બોલી કરી, એવી અમારી વેદની છે માન્યતા નિવાય ખરી.
For Private And Personal Use Only