________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૭) સિદ્ધ થવાથી તે મુકત પુરૂષો અંતિમ સ્થિતિને પ્રાપ્ત થયા નથી એમ તમારે સ્વીકારવું પડશે. ઇત્યાદિ.
शंकराचार्यना पूर्वपक्षनुं खंडन-तथा जैनपक्षनु मंडन.
મોક્ષાવસ્થામાં પરમાત્માઓ આકાશના જે જે પ્રદેશને સ્વપ્રદેશથી અવગાહીને રહે છે તેની અપેક્ષાએ સિદ્ધાની અરૂપી અવગાહના ગણાય છે. આકાશના અમુક પ્રદેશને સિદ્ધ પરમાત્માઓ અવગાહીને રહે છે તેથી તે આકાશ સંબંધે ઔપચારિક અવગાહના ગણાય છે અને તેનું પરિમાણ પણ તેમ સમજવું; તે અવગાહના અરૂપી છે કારણ કે તે અરૂપી આકાશ સંબધે થયેલી છે પરંતુ રૂપી જડ પુદગલ સંગથી થયેલી નથી તેથી સંસારી અવસ્થામાં રૂપી પુદગલ શરીરના સંબધે ઉપચારે જે પરિમાણુ કહેવાય છે તેના કરતાં મેક્ષાવસ્થામાં આકાશ પ્રદેશો સાથે આત્માના પ્રદેશના સંબંધ રૂ૫ અવગાહના જુદા પ્રકારની અને સદા કાયમ રહેવાથી નિત્ય કહેવાય છે. મેક્ષની પેઠે સંસારમાં આત્માની સાથે શરીર સંબંધ સદા કાયમ ન રહેવાથી સંસારી અવસ્થામાં દેહના સમાન પરિમાણ વાળે. ઉપચારથી આત્મા મનાય છે, છતાં શરીર સંબંધી વારંવાર બદલાતા દેહ પરિમાણની પિઠે આત્મપરિમાણને નિત્ય સંબંધ ગણાતા નથી એમ જેનામેના આધારે જણાવતાં છવના મધ્ય પરિણામને સારી દશામાં ઉપચારે અનિત્ય સંબંધવાળું ગણવામાં આવે છે તેમ મેક્ષ દશામાં સિદ્ધની અવગાહ અનંતકાલ પર્યત રહેવાથી નિત્ય સંબંધવાળી મનાય છે તેમાં કોઈ જાતને વિરોધ આવતો નથી. શરીરના સંબંધે આત્માનું કર્મ દશામાં રૂપી પરિમાણુ ઉપચારથી ગણાય છે, મોક્ષાવસ્થામાં આઠ પ્રકારના કર્મના અભાવથી અરૂપી આત્મપ્રદેશોને આકાશપ્રદેશની સાથે નિત્ય સંબંધરૂપ અવગાહના પરિમાણુ નિત્ય છે તેમાં ઉપર્યુક્ત દલીલેની સાબીતી થતાં તમારા જણાવેલા દોષો લાગુ પડતા નથી. ઉપર પ્રમાણે જણાવતાં પરસ્પર વિરૂદ્ધ પરિમાણોને એક યોગ થઈ શકતું જ નથી. ઉપચારે કલ્પાયલું સંસારી અવસ્થામાં રૂપી અને મુકતાવસ્થામાં અરૂપી એવું પરિમાણુ માનવામાં આવતાં પરસ્પરની વિરૂદ્ધતાએ તેઓને એકત્ર યોગ ન થવાથી ઉપર્યુંકત તમેએ જણાવેલા દોષોની પ્રાપ્તિ થતી નથી. કર્મની સાથે જ્યાં સુધી આત્માને સંબંધ છે ત્યાં સુધી જુદાં જુદાં શરીરમાં આત્મા સ્વપ્રદેશના સંકોચ વિકાસપણાથી રહે છે પણ મેક્ષાવસ્થામાં એક અવગાહનાએ રહે છે તેથી
10
For Private And Personal Use Only