________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ ) એ વિશેષણ લાગુ પડે છે. મેઘથી વૃષ્ટિ થાય છે, તેથી પશુઓની રક્ષા થાય છે. તેથી તેને પશુપતિ કહેવામાં આવ્યું છે. વાયુને પણ રૂદ્ર ગણેલો છે. પૌરાણિક સંકરનું સ્વરૂપ તે વૈદિક શંકર સ્વરૂપના કરતાં ઘણું કલ્પનાથી વધી પડયું છે. પિરાણિક શંકરની નકલને કેટલાક બાવાઓ હાલ પણ આ ચરે છે. શંકરને ગાંજો પીવાની કલ્પના, કામ ક્રોધાદિક વિકારને આરોપ કરીને પિરાણિક વેદિક શંકરનું સ્વરૂપ બગાડી દીધું છે. વિષ્ણુનું હવે વર્ણન કરીએ. તેની અંદર સૂર્યની સ્તુતિ વિષષ્ણુના નામથી કરવામાં આવી છે. સૂર્યનાં અર્થમાં પૂજન, ભગ, સવિતા ઇત્યાદિ બાર નામો પ્રચલિત છે. તે બાર મહિનાના બાર સૂર્યને અનુક્રમે આપેલાં છે. વિષ્ણુ શબ્દનો અર્થ
વ્યાપનારે થાય છે. (જુઓ શામવેદ સંહિતામાં પત્ર ૧૦૭ ) દ વિદg વિધાનિયે આ સૂર્ય આકાશમાં ચાલે છે. પ્રાતઃ મધ્યાહુ
અને સૂર્યાસ્ત રૂપ ત્રણ પદને ધારણ કરે છે ) ત્રણ પદ પરથી સૂર્યનું ત્રિવિક્રમ એવું નામ પડયું છે. સૂર્ય એ અગ્રિમય છે, વિદ્યુત પણ અગ્નિમય છે. એ ઉપરથી અગ્નિ દેવતા ત્રણ ઠેકાણે વહેંચાઈ ગઈ એવું વેદમાં વર્ણન છે. આ ઉપરથી ભૂલોક, મધ્યલોક અને સ્વર્ગ લોક એ ત્રણ સ્થળે એકજ દેવતા અગ્નિ, વિદ્યુત અને સૂર્ય એ ત્રણે રૂપે રહેલો છે. જેથી ત્રિવિક્રમ એવું સૂર્યનું અર્થાત વિષ્ણુનું નામ પડવું શકય છે. વામન અવતારની કથા સૂર્યના ત્રિવિક્રમ નામ ઉપરથી લીધેલી જણાય છે. એક ઠેકાણે સૂર્ય, ઉષાની પાછળ પડયાનું વર્ણન છે. તેથી બ્રહ્મા પિતાની પુત્રી સરસ્વતી ની પાછળ પડ્યાનું વર્ણન, પરાણિકોએ કર્યું લાગે છે. તે જ પ્રમાણે છે ૌતમ ઋષિની પત્ની અહલ્યાની સાથે કપટાચરણવડે વ્યભિચાર કર્યાની પુરાણમાં વાત આવે છે. આ કથામાં ઈએટલે સૂર્ય અને અહલ્યા એટલે રાત્રી. પુરાણની અંદર ઘણે ઠેકાણે વૈદિક ઉપમા રૂપકને વિપર્યાસ થએલો પ્રાચિન અર્વાચિન તેમજ સંસ્કૃત ગ્રંથકારના લક્ષમાં આવેલો અને તેઓએ એવા વિપર્યાસની વિરહ ટીકા પણ કરેલી છે. લક્ષ્મીને પતિ વિષ્ણુ એ ઉલ્લેખ વેદમાં જ્યાં પણ નથી. ગણપતિના વૈદિક તેમજ પિરાણિક રૂપમાં મહદત છે. શુંડાદંડયુક્ત વક્રતુંડ મહાકાય અને લોદર એવા સ્વરૂપને વેદમંત્રમાં કાંઈ પતિ પણ નથી વેદમાં ગણપતિ એ નામ બ્રહ્મણ્યસ્પતિ અથવા બૃહસ્પતિનું છે અને બહ્મ એટલે સ્તોત્ર કિંવા સકત અને તેને સ્વામી એવો અર્થ બ્રહ્મણપતિ શબ્દને છે. બ્રહ્મસ્પતિને કવિ શબ્દથી પણ ઉલ્લેખ છે. બ્રહ્મ
સ્પતિએ પિતાના બુદ્ધિના સામર્થ્યથી સર્વષ્ટિ નિર્માણ કરી એમ કહ્યું
For Private And Personal Use Only