________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૦ ) જ્ઞાનથી ભરેલું મન ખરેખર વાણુ દ્વારા પોતાને ઉભરે બહાર કાઢે છે. આત્માના જ્ઞાનની શુદ્ધ પ્રેરણા જે મનમાં એકદમ પ્રગટે છે તે સત્ય હોય છે માટે તે પરાભાષા કહેવાય છે, અને તેને ભાસ પોતાને થાય છે તે પર્યંતી કહેવાય છે. મહને મનમાં અમુક વિચાર આવ્યું એવું દર્શન તે પયંતિ ભાષા છે અને પશ્ચાત્ વાણી દ્વારા તે વિચારને પ્રકાશિત કરવાની તથા બલવાની જે વૃત્તિ તે મધ્યમ ભાષા કહેવાય છે, અને વિચારેને શબ્દો દ્વારા બહાર કાઢવા તે વૈખરી ભાષા કહેવાય છે. પરા અને પર્યંતી ભાષાવાળા શુદ્ધ મનમાં આત્માના શુદ્ધ જ્ઞાનનો પ્રકાશ થાય છે. તેથી પરા પયંતીમાં સત્ય જ્ઞાન અનુભવાય છે અને સત્યનો પ્રકાશ થાય છે. દુનિયામાં તે ડુંટીનું બોલવું તથા નાભિના શબ્દ એવા નામે પરાપર્યંતીને અનુભવ કહેવાય છે. પરાપર્યંતી ભાષામાં અનુભવજ્ઞાનની વાસનાની પ્રાપ્તિ માટે વીતરાગ સર્વજ્ઞ જીનની વાણી સાંભળવી. જીન ભાવે થઈ છન વાણુનો અનુભવ કરવો અને આત્માને જીન રૂપે બનાવો, તેથી ચિદાનન્દ રૂપ જીન ભગવાન આત્મા પોતે થાય છે અને અનાદિ કાલની રાગદ્વેષની દુઆ પરંપરા ટળી જાય છે. શુદ્ધાત્મ સ્વરૂપનું દર્શન કર્યા વિના આત્માની સ્થિરતા મુક્તિ થતી નથી. માટે સશુરૂની સેવા ભક્તિમાં અપઈ જઈને અને દેહ જગત્ ભાવ ભૂલી જઈને શુદ્ધાત્માનું દર્શન કરવું. મનના સર્વ સંકલ્પ વિકપનો વિરોધ કરી આત્માના શુદ્ધપયોગે કલાકોના કલાકે પર્યતસ્થિર થઈ જવું અને અંતરમાં આત્માની તાલાવેલી પ્રગટા. વીને દુનિયાના ભાવથી વિમુખ થઈ મેહને મારી મરજીવા બની જવું. એવા મરજીવા, શુદ્ધાત્મા પ્રભુનાં દર્શન અવશ્ય કરી શકે છે, અને પોતે શુદ્ધાત્મ પ્રભુ બની શકે છે.
आतम अनुभव तीरथे ॥ मिटे मोह अंधार ।। आपरूपमें झलहले ॥ नहि तस अंत अपार ॥ १३ ॥ ते आत्मा त्रिविधा कह्यो ॥बाहिर अंतर नाम ।। परमात्म तिहां तीसरो ॥ सो अनंतगुण धाम ॥ १४ ॥
For Private And Personal Use Only