________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૮ ) जिनवाणी नित्ये नमी । कीजे आतम शुद्ध । વિરાર સુષ પામીણ આ મિટે ઝનાદ્રિ ત્રશુદ્ધ I ? / शुद्धातम दरसन विना । कर्म न छूटे कोइ ।। ते कारण शुद्धातमा । दर्शन करो थिर होइ ॥ १२ ॥
ભાવાર્થ–હે ચેતન! તે પિતાનું સ્વરૂપ જાણ્યું નહીં. આત્મજ્ઞાન વિના વ્રત, તપ, જપ, કિયા તે કરી પણ તેથી શું ? જેમ શાલી રહિત ક્ષેત્રમાં વાડ બનાવી તેથી કંઈ વાડનું પ્રયોજન સિદ્ધ થતું નથી, તેમ આત્મધ્યાનથી સાધ્ય લય થયા વિના ઉપર ઉપરથી વ્રત ત૫ જપ અનુષ્ઠાન ક્યોથી કંઇ પરમાત્મપદની પ્રાપ્તિ થઈ શકતી નથી. માટે આત્મજ્ઞાન પામીને સાધ્ય લક્ષ્યવાળી થવું જોઈએ અને વ્રત તપ જપ વિગેરેને મૂળ હેતુ સમજીને પરમાત્મપદ મેળવવું જોઈએ. સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્રનું સ્વરૂપ સમજવું જોઈએ. આત્માના અનુભવ જ્ઞાનની વાસના એર પ્રકારની છે. તેની વાસના નાકથી ગ્રહણ થઈ શકતી નથી. પુદગલની વાસનાને નાક ગ્રહણ કરી શકે છે અને આત્માની અનુભવ જ્ઞાન વાસના તે અરૂપી છે તેથી તેને નાક ગ્રહણ કરી શકતું નથી. કાનથી પુદગલ શબ્દ સંભળાય છે. સર્વજ્ઞ પ્રભુનાં વચનો સાંભળી શકાય છે તેથી કંઈક આત્માનું જ્ઞાનશ્રદ્ધા થાય છે, પણ આત્માના જ્ઞાનની અનુભવ વાસના તો પવિત્ર હૃદયથી અનુભવી શકાય છે, અને તે પ્રત્યક્ષ જ્ઞાનના અનુભવવાળી જણાય છે. પાંચે ઈંદ્રિયેની પેલી પાર આત્મા જ પોતાના જ્ઞાનનો અનુભવ કરી શકે છે, અને પોતે જ પોતાના જ્ઞાનની અનુભવ જ્ઞાનવાસના ધારણ કરી શકે છે, અને તેથી જ પોતે આત્મા પોતાને દેહ ઇંદ્રિય અને મનથી ત્યારે અનુભવે છે. પિતાનું જ્ઞાન પોતે જ કરે છે. એમાં બાદ ઈંદ્રિયોનું કહ્યું કંઈ વળતું નથી. દેહ ઇંદ્રિયે અને મનનો તે પ્રકાશ કરે છે. આત્માની પ્રેરણાઓને શુદ્ધ મન ઝીલી શકે છે, અને મન દ્વારા તથા વચન દ્વારા આત્માનું જ્ઞાન જગત્માં પ્રકાશિત થાય છે. જ્યારે આત્માના જ્ઞાનની ભરતી મનમાં આવે છે, ત્યારે મન પણ જણે જ્ઞાનથી ભરાઈ ગયું હોય એમ લાગે છે, અને તેવું
For Private And Personal Use Only