________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮ )
ભાવા—સુકેાસલ મુનિ વૈરાગી ત્યાગી જ્ઞાની હતા તે વગ ડામાં ધ્યાન ધરતા હતા, વગડામાં એક વખત વાઘણુ આવી અને તેણીએ સુકેાસલ મુનિનુ શરીર વલુરી નાખ્યુ અને તેના શરીરને ખાઇ ગઇ, તેના ખાપે સુકેાસલ મુનિને મરતી વખતે વૈરાગ્યના ઉપદેશ આપ્યા, સુકેાસલ મુનિએ મરતી વખતે આત્માને શરીરથી ભિન્નમાની વૈરાગ્ય ભાવ ધારણ કર્યો અને થતી દુ:ખવેદના સહન કરી, અને વાઘણુના ઉપર જરા માત્ર રીસ.કરી નહીં. મનમાં જાણ્યું કે શરીર એ મારૂં નથી, હું આત્મા અવિનાશી છુ, તે ઈંટ્ઠાતા નથી ભેદાતા નથી, પણ જે મરે છે તે શરીર છે. શરીરના જ્યારે ત્યારે પણ વસ્ત્રની પેઠે ત્યાગ કરવા પડે છે, અને દુ:ખ સહન કર્યા વિના કેાઇના છૂટકા છેજ નહીં, તેા પછી વેરી ઉપર વેર ઝેર કરી નવાં કર્મ બાંધી પાછું દુઃખી થવું તે ઠીક નથી, માટે સુકેસલ મુનિ એવા વિચાર કરીને સમભાવમાં રહ્યા, અને કેવલી થઈ મેાક્ષે ગયા, તેમના પિતા પશુ મેાક્ષમાં ગયા. અવંતીસુકુમાલ એક શેઠના પુત્ર હતા અને કરાડાધિપતિ હતા. ઉજ્જયની નગરીમાં સંપ્રતિ રાજાના વખતમાં અને શ્રી મા સુહસ્તિ સૂરિના વખતમાં તે હતા. આર્ય સુહસ્તિ સૂરિ પાંચસે શિષ્ય સહિત અવંતી સુકુમાલના મંગલામાં ઊતર્યા અને રાત્રે તે દેવલે કનાં સ્વરૂપનું અધ્યયન કરતા હતા. તેવામાં નલિની ગુલ્મ વિમાનની વ્યાખ્યા આવી અને તે સાંભળતાં અવતી સુકુમાલને જાતિ સ્મરણ થયું અને તેમણે વૈરાગ્ય પામી બત્રીસ સ્ત્રીઓના ત્યાગ કરી માતાની રજા લઇ આ સુહસ્તિગુરૂ પાસે દીક્ષા અંગીકાર કરી, અને મવતીના સ્મશાનમાં કાઉસ્સગ ધ્યાને રહ્યા. ત્યાં રાત્રે તેમની પૂર્વ ભવની સ્ત્રી કે જે શીયાલણી થઇ હતી તે નાનાં બચ્ચાં સહિત ત્યાં આવી, અને પૂર્વભવના વેરથી આવતી સુકુમાલના શરીરને ચાર પહેારમાં ખાઇ ગઈ, પણ અવંતી સુકુમાલ શુભ પરિણામમાં રહ્યા તેમણે શિયાલણી ઉપર ક્રોધ વૈર કર્યુ નહીં, તેથી તે મરણ પામી દેવલેાકમાં નલિનીગુલ્મ વિમાનમાં દેવ થયા. શ્રી સ્કંધકસૂરિના પાંચસેા સાધુઓને તેમના અનેવી રાજાએ વહેમ લાવીને ઘાણીમાં પીલવાના હુકમ કર્યો અને પાંચસેા શિષ્યાને ઘાણીમાં ઘાલીને પીલી નાખ્યા.
For Private And Personal Use Only