________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
૭ )
વરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, શેત્ર, અંતરાય. આ આઠ કર્મની પ્રકૃતિને દ્રવ્યકર્મ કહે છે. દારિક, વૈક્રિય, આહારક, તેજસ, અને કાર્મણએ પાંચ શરીરને નોકર્મ કહે છે. રાગદ્વેષ અને જ્ઞાનની પરિણતિને ભાવકર્મ કહે છે. અનાદિ કાળથી આ ત્રણ કર્મ આત્માની સાથે લાગ્યાં છે. બંધ, ઉદય, ઉદીરણ અને સત્તા એ ચાર પ્રકારે કર્મ છે. પરમાણુઓના અનંતા અનંત વર્ગના સ્કધા ભેગા થાય છે, ત્યારે કર્મ બને છે, અને તેવા સ્કંધને ગ્રહણ કરીને તેને જીવ કમરૂપે બનાવે છે. જે કર્મ ભેગવાય છે, તે પ્રારબ્ધ કર્મ અને થવા ઉદય કર્મ કહેવાય છે. જે કર્મ આત્માની સાથે સત્તામાં પડી રહ્યાં છે તે સત્તા કર્મ અગર સંચિત કર્મ કહેવાય છે. જે કર્મ, રાગ, દ્વેષ, કામ, વૈર, અજ્ઞાન પરિણામ વિગેરે કષાયથી કરાય છે, તેને ક્રિયમાણ કર્મ અર્થાત્ કર્મબંધ હેતુ કર્મ કહેવામાં આવે છે. કર્મના આગળ ઇંદ્ર ચંદ્ર નાગેન્દ્ર ચકવતિ શહેનશાહ વિગેરે કોઈનું જોર ચાલતું નથી. પ્રારબ્ધ કર્મતે જીવ ભગવે છે. જ્ઞાની હોય છે તે પ્રારબ્ધ યાને ઉદયમાન કર્મો ભગવતે નવીન કર્મ બાંધતો નથી. શ્રી પાર્શ્વનાથ ભગવાન વડતળે કાઉસગ કરતા હતા ત્યારે પૂર્વકર્મના ઉદયથી કમઠ મેઘમાળીએ તેમને ઉપસર્ગ કર્યો અને મેઘ વરસાવી તેમની નાસિકા સુધી જલ લાવવામાં આવ્યું. ધરણેન્દ્ર અને પદ્માવતી એ કમઠ મેઘમાળીને નિવાર્યો અને ભગવાનને ઉપસર્ગ ટાળે. શ્રી રૂષભદેવ ભગવાન એક વરસ સુધી ઘેર ઘેર ભમતાં છતાં પણ ભેજન પામ્યા નહીં તે પણ પૂર્વભવના કર્મને ઉદય હતું. તેમણે બાર કલાક સુધી બળદને સીકું ચડાવ્યું હતું તેથી તે કર્મ બાંધ્યું હતું. શ્રી મહાવીર પ્રભુને ગોવાળીએ કાનમાં ખીલા માર્યા અને પગ ઉપર ખીર રાંધી તે પૂર્વ ભવમાં કરેલાં કમ હતાં ને તે ઉદયમાં આવ્યાં ત્યારે ભેગવવાં પડયાં. શ્રી મહિલનાથ ભગવાને પૂર્વ ભવમાં તપ કરતાં પોતાના મિત્રોની સાથે તપમાં કપટ કર્યું હતું તેથી સ્ત્રીને અવતાર પામ્યા અને તે કર્મ ભેગયું. કર્મનાવશમાં સર્વ સંસારી જીવે છે. पुरुष सवे चूडामणि ॥ भरत नरेसर राय ॥ . बाहुबल हार मनावीयो ॥ आज लगें कहेवाय ॥३२॥
For Private And Personal Use Only