________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ )
माया सुख संसारमां, ते सुख सही असार । धर्मपसाये सुख मिले, ते सुख नावे पार ॥ ३६ ॥
ભાવાર્થ-અરે જીવ!! તેં પિતાના હાથે લક્ષમીનું દાન ન કર્યું તથા વિદ્યાનું દાન ન કર્યું, તારી મન, વાણું અને કાયાની શક્તિએને અન્યના ભલા માટે ન વાપરી, પછી લક્ષ્મી વગેરે ગયા બાદ તારા મનમાં વિચાર આવ્યો કે હું દાન વગેરે ધર્મ કર્મ કરું, પણ લક્ષમી વગેરે ગયા પછી ફક્ત પસ્તાવાનું થયું અને લક્ષમી વગેરેનો શોક કરવાથી લક્ષમી પણ મળી નહીં. આ સંસારમાં લક્ષ્મીને ગર્વ કરે તે મૂર્ણપણું છે, તથા વનાવસ્થા, રૂપ, કુળ શક્તિઓને ગર્વ કર પણ મૂર્ણપણું છે, કૃષ્ણ અને બળભદ્ર જેવા પણ દ્વારિકાનગરી બળતી મૂકીને ચાલ્યા ગયા અને માબાપને પણ બચાવી શકયા નહીં. તો તારે શો ભાર છે કે લક્ષમી વગેરેને તારા કબ જામાં રાખી શકે? દેહ વિગેરેનો નાશ થતાં વાર લાગતી નથી. હે જીવ !! તું ધનને માટે આઠે પહાર ધંધામાં તથા ધનના વિચારોમાં તન્મય બની જાય છે, અને ધન ભેગું કરે છે. પણ અંતે તે તારી સાથે આવતું નથી અને તારૂં કમાવેલું ધન બીજા લાકે ખાય છે, અને તું તો હાથ ઘસતો પરભવમાં ચાલ્યો જાય છે. માટે હે જીવ!! તું ચેત !! એક આંખના પલકારામાં જગતમાં ઘણું ઉથલ પાથલો. થઈ જાય છે, અને એવી ઉથલ પાથલે ભૂતકાળમાં થઈ, વર્તમાન નમાં થાય છે અને ભવિષ્યમાં થશે. એક પલક પછી શું થશે તેની પણ તને ખબર નથી, માટે ભવિષ્યના સર્વ વિચારો છોડીને તું આત્માની શુદ્ધતા કર; અને અહંમમતાને નાશ કર. સંસારમાં માયાનું સુખ છે તે ક્ષણિક છે, પાંચ ઇંદ્રિયોના વિષયભેગનું સુખ છે તે ક્ષણિક છે. સંસારમાં સુખરૂપ સાર નથી, માટે સંસારનું ક્ષણિક સુખ તજીને આત્માના અનંત સુખને અનુભવ કરવા પુરૂષાર્થ કર. આત્માનું સુખ છે તે આત્મામાં જ્ઞાન ધ્યાનથી રમણતા કરવાથી મળે છે. માટે એક પળ પણ નકામી ન ગુમાવતાં આત્મામાં રમ
તા કર અને સંસારને સ્વપ્ન સમાન મિથ્યા માન !! જ્ઞાનદર્શન ચારિત્રરૂપ આત્મા છે, માટે શુદ્ધાત્મદષ્ટિએ જીવન ધારણ કર! અને
For Private And Personal Use Only