________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ ) છે, દેવીઓને પણ મરણ છે. ઔદારિક, વૈકિય, આહારક, તેજસ અને કાર્મણ એ પાંચ શરીર છે. જ્યાં શરીર છે ત્યાં મરણ છે. જ્યાં ઈચ્છા છે ત્યાં વાસના છે અને જ્યાં વાસના છે ત્યાં જન્મ છે. જ્યાં ઈચ્છા છે ત્યાં કામ છે અને જ્યાં કામ છે ત્યાં કોઈ છે અને જ્યાં ક્રોધ છે ત્યાં મેહ છે અને જ્યાં મોહ છે ત્યાં સર્વ જાતનાં પાપ છે અને જ્યાં સર્વ જાતનાં પાપ છે ત્યાં ચોરાશી લાખ જીવનિના ભવે છે. માટે હે જીવ તું ચેત ! તું પોતાને પોતાવડેજ ઉદ્ધાર કરી શકીશ. અન્ય મને તારશે એવી આશાએ ન બેસી રહેતાં સ્વયં ધર્મ કર !
मोडामोड न कीजीए, न कीजे मोटि वात । कोडि अनंतमि वेचीयो, त्यारे किहां गई जात ॥ २७ ॥ आपस्वरूप विचारतुं, जो हुइ हियडे सान। करणी तेहवी कीजीए, जिम वाधे जगवान ॥२८॥ घडपण धर्म थाये नहीं, जोवन आले (ए) जाय । वच वेगल धसमस करी, पछे फरी पस्ताय ॥ २६ ॥ जरा भावी जोवन गयो, सिरपलीया ते केस । ललुता तो छडि नही, न को धर्म लवलेश ॥३०॥ पंचेंद्रि जिहा परवडा, रोग जरा नावंत । जोवन चंचल आवे सदा, करिले धर्म महंत ॥३१॥
ભાવાર્થ–હે જીવ! તારે અહંકારથી આઠ જાતના મદ ન કરવા જોઈએ, અને પિતાની મોટાઈ તથા આપબડાઈ ન કરવી જોઈએ, અને અહંકારથી ન છકી જવું જોઈએ. રૂપમદ, લક્ષ્મીમદ, એશ્વર્યમદ, કુટુંબમદ, વિદ્યામદ, તપમદ, કુળમદ, જાતિમદ, વગેરે અનેક પ્રકારના મદથી તારે મેહ ન કરે જોઈએ અને પોતાનાથી બીજાઓને હલકા ને ગણવા જોઈએ. જે જે વસ્તુને મદ કરવામાં આવે છે તેતે વસ્તુઓથી પિતાની હલકાઈ થાય છે. નિગદમાં કંદમૂળના અવતારમાં તું ટકાને પાંચમણ વેચાયો હતો, તે વખતે તારો અહંકાર કયાં ગયે હતે? બીજાઓને તું તિરસકાર કરે છે પણ
For Private And Personal Use Only