________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ )
પુત્ર, ઘરબાર, સગાં વહાલાંમાં માહથી મમતા કરીશ નહિ. તારૂ જે શરીર છે તે પણ તારૂં' નથી. પાણીના પરપાટા જેવું શરીર છે, તેમાં પણ મમતાભાવ ધારણ કરીશ નહીં. આ ભવમાં ને પરભવમાં સાહાચ્ચકારી ધમ છે, ધર્મ વિના કાઇનું શરણુ નથી, ધર્મ વિના તુ' ચારાશીલાખજીવયેાનિમાં અનતી અનતીવાર, અનંતા અનંત જન્મ મરણ કરી અનત અન ંત દુ:ખ પામ્યા અને ત્યાં તુ જ્ઞાન વિના ધર્મ કરી શકયા નહીં. સસારમાં જન્મ જરા મરણ કરવાનું કારણુ કર્મ છે. કર્મ થકી જન્મ જરા મરણ થાય છે. અનાદિ કાળથી આત્માની સાથે કર્મ લાગ્યુ છે, અનાદિકાળથી જગત છે અને અનાદિકાળથી અન તા જીવા જગમાં છે. જીવ અને મજીવ એ બે દ્રવ્યની અનાદિકાળથી સૃષ્ટિ વર્તે છે અને અનતકાળ સુધી રહેવાની, તેમાંથી જે જીવને ગુરૂની કૃપાથકી સભ્યજ્ઞાન થાય છે તે અધર્મના ત્યાગ કરીને ધર્મને પામે છે અને ધર્મની આરાધના કરીને મેક્ષ પામે છે. સર્વજ્ઞ શ્રીમહાવીર દેવ કહે છે કે જે આત્માની શુદ્ધતા કરે છે. તેજ મેાક્ષ પામે છે. માટે હે ચેતન ! તુ ચતી લે અને સંસારમાં ફક્ત એક ધર્મ જ સારભૂત છે. બાકી બીજું બધુ મસાર છે, એમ જાણીને સર્વપ્રમાદો ટાળીને આત્મધર્મની આરાધના કર !! ધર્મ જીવને જીવવુ તેજ આત્માનુ જીવન છે. રાગ દ્વેષના અને કામેચ્છાઓના જીવનથી જીવવું તે જડજીવન છે. ખાવા પીવાથી જીવવું તે દેહજીવન છે અને ઇન્દ્રિયાના વિષયાના ભાગે માટે જીવવુ ં તે ઇન્દ્રિયજીવન છે, જ્ઞાનાનન્દરમતાથી જીવવું તે શુદ્ધાત્મજીવન છે. શુદ્ધાત્મ જીવન અનત છે, શુદ્ધાત્મજીવન અતરૂમાં છે. માહુના નાશથી આત્મજીવનના ખાવિર્ભાવ થાય છે. જડરસના માનદથી જીવનારા અને જીવવાની મેહવૃત્તિ ધારણ કરનારાએ અહિરાત્માએ છે અને તે અનાર્યા છે, તે કર્મના ગુલામા છે અને મરીને કર્મના ગુલામ બને છે. આત્માના સત્ય જ્ઞાનાનંન્દરસના અભિલાષી જીવા છે તેજ અન્તરાત્માએ છે અને તેજ આર્યા છે, તે ખરા ભક્તો યાગીએ જ્ઞાનીએ સ તા છે. આત્મા તેજ પ્રભુ-પરમાત્મા છે. અને તે રામ છે, વિવેક છે તે લક્ષ્મણ છે, સમકિત છે તે જનકરાજા છે. સમતા છે તે સીતા છે, માહુ છે તેજ
For Private And Personal Use Only