________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી. તેથી તેઓ ઇંદ્ર વગેરેની પદવીને પણ નાકના ટૅલ સમાન તુચ્છ ગણીને આત્મામાં મસ્ત રહે છે.
सिद्ध स्वरूपी आतमा । समतारस भरपूर ।। अंतर दृष्टि विचारतां । प्रगटे आतमनूर ॥ २३ ॥ आपोआप विचारतां । मन पामे विसराम ।। रसास्वाद सुख उपजे । अनुभव ताको नाम ॥ २४ ॥ अनुभव चिंतामणि रतन । अनुभव हे रसकूप । अनुभव मारग मोक्षको । अनुभव शुद्ध स्वरूप ।।२५।। चिदानन्द चिन्मय सदा । अविचल भाव अनंत ॥ निर्मल ज्योति निरंजनो । निरालंब भगवंत ।। २६ ।। कंत कमलपर पंकथी। निसंगे निर्लेप ।। जिहां विभाव दुरभावनो। नहि लवलेश खेप ।। २७ ।।
ભાવાર્થ-સિદ્ધસ્વરૂપી પિતાનો આત્મા છે તથા સમતાના આનંદ રસથી ભરપૂર છે. એમ અંતર દષ્ટિએ આત્માનું સ્વરૂપ વિચારતાં ધ્યાવતાં આત્મા કેવલજ્ઞાની થાય છે. આત્મામાં અનંત શકિત રહી છે. આત્મામાં અનંત સુખ છે. આત્માને જડભોગોની કંઈપણ જરૂર નથી. આત્મા સ્વતંત્ર છે. તેને જડના આલંબનની જરૂર નથી. જડ વસ્તુઓથી સુખ થાય છે એવું જે માનવું એ તો ભ્રાંતિ માત્ર છે. મૈથુન વૃત્તિથી ખરૂં સુખ પ્રગટતું નથી. મૈથુન કામભોગથી તે શરીરનું વીર્ય ઘટે છે અને તેથી શરીરની નિર્બળતાની સાથે અનેક રોગ પેદા થાય છે, તથા શરીરનું આરોગ્ય પણ નાશ પામે છે. મૈથુન કામ ભેગોથી મનનું અને વાણીનું પણ બળ ઘટે છે. કોઈને ખસ થાય છે અને તે જેમ ખણે છે તેમ તેને વધારે ચળ પ્રગટે છે અને તેને કંઈક સુખ માલુમ પડે છે પણ વાસ્તવિક રીતે ઉલટી તે. નાથી ખસ વધે છે, તેમ કામગથી અને કરોગો વધે છે. મન વાણી અને કાયાનું બલ ક્ષીણ થાય છે અને બાદ ડુંગર અને કાઢવો ઉંદર જેવું થાય છે. માટે આત્માના સુખના રસિક બનવું અને આત્મામાં પૂર્ણ લગની લગાડી દેહ છતાં મુક્તિ સુખને અનુભવ કરે. આ
For Private And Personal Use Only