________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ ) કહે તે પણ બીજાએ પિતાને અનુભવ થયા વિના તેની પ્રતીતિ કરી શકે નહીં. આત્માનું સ્વરૂપ કહેવાથી અને સાંભળવાથી કાંઈ આહાદ આવતું નથી, પણ જ્યારે અનુભવ જ્ઞાનવડે આત્મા અનુભવાય છે ત્યારે આત્માનો આનંદરસ પ્રગટે છે. અનુભવ જ્ઞાનાનં. દથી આત્માની પૂર્ણ પ્રતીતિ થાય છે અને પશ્ચાત્ જડરસમાં બીલ કુલ ચેન પડતું નથી તેથી કામવૃત્તિને સહેજે નાશ થાય છે. આત્માને આનંદ અનુભવ્યા બાદ સ્વપનામાં પણ સ્ત્રી કામગની ઈચ્છા થતી નથી. પુરૂષ વેદની મોહપરિણતિને સર્વદા નાશ થાય છે અને આત્મા તે સ્વયં પરમાત્મા બને છે. પરમાત્મા વીતરાગ દેવની વાત રાગ ભાવે ભક્તિ કરવાથી રાગને દ્વેષનું દ્વતપણું ટળી જાય છે. ભક્તિમાં ભેદભાવ રહેતું નથી. ભક્તિના પ્રતાપે સર્વ જગતમાં મન જતું નથી અને આત્મામાં મન લયલીન બની જાય છે, અને સર્વ જગની સાથે અદ્વૈતભાવે શુદ્ધઆત્મમિલન થાય છે. રજોગુણી તમે ગુણ ભક્તિ કરતાં સાત્તિવકગુણ ભક્તિ અનંતગુણું શ્રેષ્ઠ છે અને સાત્વિકગુણ ભક્તિ કરતાં પરાભક્તિ છે તે અનંતગુણી શ્રેષ્ઠ છે. પરાભકિતના બળે આત્મા એજ પરમાત્મા બને છે. શબ્દનયથી સાત્વિક ભક્તિ કહેવાય છે અને શુકલધ્યાનમાં સમભિરૂઢથી અને એવભૂતનયથી પરાભક્તિ ગણાય છે. આત્માના શુદ્ધ સ્વરૂપમાં રમણતા કરતાં જે રસ પ્રગટે છે તે આત્મરસ કહેવાય છે. પુલાનંદ રસથી આત્માનંદ રસ ન્યારે છે અને તે વિષયભેગની ઉપાધિથી રહિત છે. પુગલાનંદ રસ પ્રાપ્તિ માટે અનેક પ્રકારનાં કાર્યો કરવાં પડે છે તે પણ તે તરવારની ધાર ઉપર પડેલા મધુના રસને ચાટવા જેવું છે. ક્ષણિક પગલાનંદ ભેગવતાં ક્ષણિક સુખ અને અનંત દુઃખ ઉત્પન્ન થાય છે. સર્વ પ્રકારની ઉપાધિ રહિત આત્મા નંદ રસ છે અને તે વાણુથી અગોચર છે. જેને અનુભવ થાય તેજ તેને જાણી શકે છે. આત્માના અનંત સુખની આગળ જડસુખ કંઈ પણ હિસાબમાં નથી. ક્ષીરસમુદ્રની આગળ ઘાસના ઉપર પડેલું જળનું બિંદુ જેવું છે, તેવું આત્મસુખની આગળ જડસુખ છે. આત્મસુખને પામેલા ત્યાગીઓ પરમાત્માઓ બને છે અને તેઓના સુખની આગળ શહેનશાહ, ચક્રવતિ અને ઇંદ્રનું સુખ પણ હિસાબમાં
For Private And Personal Use Only