________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭
વિના મળે નહિ. પણ ભૂતકાળમાં અનેક મહા પુરૂષો તે કામ કરી શક્યા છે, અને તેઓએ વિજય મેળવ્યો છે. હાલ પણ થોડે ઘણે અંશે તે બાબતના અભ્યાસીઓ વિજય મેળવે છે. તો આપણે પણ તે બાબતને પ્રયત્ન કરીશું તો અવશ્ય તે કામ સિદ્ધ કરીશું. મનની નિર્મળતા માટે તો એટલાં બધાં સાધને છે કે જે આંખ ઉઘાડીને જુવે તેને જણાયા વગર રહેશે નહિ. શાસ્ત્રને અભ્યાસ, સત્સમાગમ, કોઈ મહાન પુરૂષના ગ્રન્થોને બારીક અભ્યાસ, સગુણનું ધ્યાન વગેરે અનેક સાધન છે. વિષય બહુ લાંબે થઈ ગયો છે, છતાં આ મનની નિમળતાને માટે એક ટુંકી ઉપયોગી સૂચના આપ્યા વગર રહી શકાતું નથી.
તમારા આત્માને ઉન્નત બનાવે તેવા, અને મનને શાંતિ આપે એવા કેટલાક સદ્ગણોની એક નોંધ તૈયાર કરે. તેમાંથી એકાદ સદ્ગુણ લેઈ પ્રાતઃકાળમાં તેનું ધ્યાન ધરે. તે સગુણ ઉપર એવી ભાવના કરે છે તે સદ્ગણ તમારા મનના એક વિભાગ રૂપ થઈ રહે. તે સગુણની અસર તમારા રૂંવે રૂંવે વ્યાપી રહેવી જોઈએ. તે પછી આખા દિવસમાં તે સગુણ પ્રમાણે ચાલવાનો પ્રયત્ન કરે. દર રિજના જીવન વ્યવહારમાં તે સગુણ પ્રમાણે તમારું વર્તન ચલાવે. રાત્રે સુતી વખતે તમે કેટલા અંશે તે સગુણને અમલમાં મુકવા શક્તિમાન થયા હતા, તેને વિચાર કરો. તે સગુણને અમલમાં મુકતાં શી અડચણ નડી હતી તેને ખ્યાલ , તમારી કયાં ભૂલ થઈ હતી તે વિચારે, અને મન સાથે તેવી ભૂલ ફરીથી નહિ કરવાને દઢ નિશ્ચય કરે. આ રીતે એક અઠવાડીયું અથવા પંદર દિવસ અથવા એક માસ સુધી તે સદ્ગણ પ્રમાણે ચાલે, તે પછી બીજા સગુણને હાથમાં છે. બીજે સગુણ જ્યારે અમલમાં મુક્તા છે, ત્યારે પ્રથમ સદ્દગુણને વિસરી જવાને નથી પણ મનમાં તે વખતે મુખ્યતા બીજા
For Private And Personal Use Only