________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬
કોઈ કામ વારંવાર કરવાથી, કોઈ પણ કામ કરવાને મહાવરે પાડવાથી આપણને તે કામ કરવાની ટેવ પડે છે. તે કામ કરવું એ આપણું સ્વાભાવિક વલણ થઈ રહે છે. habit is second nature “ ટેવ એ મનુષ્યનો બીજો સ્વભાવ છે” આ વાક્ય પણ આ વિચારને પુષ્ટિ આપે છે. આ નિયમ લક્ષમાં રાખી જે આપણે આપણું મનને કાબુમાં રાખવાને અભ્યાસ પાડીશું તે તે કામ પણ આપણે કરી શકીશું. આત્માની શક્તિઓ આ મનદ્વારા પ્રકટ થાય તે માટે તેને સંયમમાં લાવવાની જેટલી જરૂર છે, તેટલી તે મનને પવિત્ર બનાવવાની જરૂર છે. દીવાની આસપાસની ચીમની મેલી હોય અથવા ડાઘાવાળી હોય અથવા કાળી હોય છે તે દિવાને પ્રકાશ તે ચીમની દ્વારા બરાબર પ્રકટ થઈ શકતો નથી. સૂર્ય ગમે તે ગોળ હોય છતાં કલ્લોલવાળા અને ડહોળાએલા જળવાળા સરોવરમાં તેનું પ્રતિબિંબ ગોળ પડી શકતું નથી, પણ કકડા રૂપે પડે છે. અર્થાત તે સૂર્યના અનેક કકડા થયા હોય એવું ચિત્ર સરોવરમાં ભાસે છે. આ સૂર્યના પ્રકાશ અથવા દીપકની જ્યોત તેવી આત્માની સ્થિતિ છે. સરોવર શાન્ત અને તરંગ રહિત થયે સૂર્યનું તેજ બરોબર તેના પર પડે છે, તેમ મન શાન્ત અને વિવિધ વિકારોથી રહિત થયે આત્મતિ તેપર પડી પ્રકટી નીકળે છે. ચીમની સાફ હોવાથી દીપકનું નિર્મળ તેજ બરાબર પ્રકટી નીકળે છે તેમ મન પવિત્ર-શુદ્ધ થયે આત્મ તેજ તે દ્વારા ઝળકી ઉઠે છે. માટે આ ઉપરથી એ સિદ્ધ ઠરે છે કે આત્માનું બળ પ્રકટ કરવાને માટે મનને સંયમ તથા મનની નિર્મળતા એ ઘણી અગત્યની બાબત છે.
આ સંયમને વાતે ઉત્તમ સાધન મનની એકાગ્રતાને અભ્યાસ પાડવાની ટેવ છે. કોઈ પણ વસ્તુ પ્રયત્ન કર્યા વિના મળતી નથી. તે મનઃ સંયમ જેવી દુષ્કર વસ્તુ પણ તે વાતે સખ્ત પ્રયત્ન કર્યા
For Private And Personal Use Only