________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના.
વિસં. ૧૯૬૨માં ચિત્રમાસમાં અમારા ગુરૂ મહારાજ શ્રી સુખસાગરજી મહારાજ સાહેબ સાથે પેથાપુર જવાનું થયું હતું, વિ.સ. ૧૯૬૧ ના વૈશાખમાસમાં અમારા ઉપદેશથી પેથાપુરમાં જનપ્રાંતિક કોન્ફરન્સ ભરાઈ હતી અને તે વખતે શેઠ લાલભાઈ દલપતભાઈ તથા ગુલાબચંદ ઠઠ્ઠા, શેઠ જમનાદાસ ભગુભાઈ વગેરે આવ્યા હતા. પેથાપુરમાં ૧૯૬૨ માં અમે ગયા તે વખતે સાધ્વીજી રત્નશ્રીજી ઘણાં માંદાં હતાં. તેમણે ગુરૂ મહારાજશ્રી રવિસાગરજી મહારાજ પાસે દીક્ષા લીધી હતી રત્નશ્રીજી ત્યાગી વૈરાગી ઉત્તમ આરાધક સાધ્વી હતાં. તેમણે ચિત્રસુદિમાં પેથાપુરમાં દેહત્સર્ગ કર્યો. તેમની સાથે હરખશ્રીજી સાધ્વી હતાં તે પણ સાધ્વીના અનેક ગુણેએ યુક્ત ઉત્તમ સાધ્વી હતાં તેમણે અમદાવાદમાં વિસં. ૧૯૬૭ માં દેહોત્સર્ગ કર્યો. પથાપુરમાં શ્રી નેમિસાગરજી મહારાજે સત્યસાધુધર્મને આદર્શ જણાવ્યો અને ત્યારથી સાગર શ્રાવકસંઘની સ્થાપના થઈ અને ગુરૂ મહારાજશ્રી રવિસાગરજી મહારાજે સાગરસંઘની
www.kobatirth.org
For Private And Personal Use Only