________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માટે ખરાબ વિચાર આવતાં તુરત તેને રોકવા, અને સારા વિચાર કરવા, અગર સારાં અધ્યાત્મપુસ્તકો વાંચવા બેસી જવું. વા ખરાબ વિચારો એક પછી એક પ્રસંગવશાત જેરથી મનમાં પેસવા આવે અને તે તેમ કર્યો ખસે નહીં તે તમે ઉચ્ચ સ્વરેથી સારાં સારાં વૈરાગ્યકારક પદો, ભજનો, સ્વાવને ગાજે અને તે સ્થાન બદલ એટલે ખરાબ વિચારેનું જોર ચાલશે નહીં અને પિતાની મેળે વિદાય થશે એટલે તમારું મનમન્દિર પવિત્ર રહેશે, અને આત્માના વિચારો કરવાથી તુરત તમને આનન્દ શાન્તિસુખ મળશે, અને તમારે આત્મા નવીન કર્મથી મલીન થશે નહીં. આનું બહુ મનન કરજે, અને પ્રત્યેક ક્ષણે આ પ્રમાણે વર્તાવાની ટેવ પાડવાથી તમારે આત્મા સહેજે ઉત્તમગુણવાળા થશે, અને તમે મેક્ષસુખ પ્રગટાવશે. એમ તમને વિશ્વાસ આવશે.
તમે દુખી છે તે તેમાં અન્ય કોઈને જરા પણ દેષ નથી. તમે પિતેજ તેવા દુઃખના વિચારે તેવી તમારી મેળેજ દુઃખ પેદા કર્યું છે, કારણ કે,-વિચાર સર્વ શક્તિમાન છે. અનેક પ્રકારના સારા બૂરા વિચારના વિભાગને કૃષ્ણવેશ્યા, નીલલેશ્યા, કાપતલેશ્યા, તેજલેશ્યા,
www.kobatirth.org
For Private And Personal Use Only