________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
ઉપર મહેરબાની રાખતા રહેજો. અમે તમારાથીજ જીવનારા છીએ. નોકરી જે તમે કરતા હો છો તે તમારે ઉપરી તમારા ઉપર પ્રસન્ન રહે, તે માટે તમે કેટલું બધું લક્ષ રાખો છો ? વળી તમારો સાહેબ અને બારદાન છતાં ગમાર અને ઢોલામારૂ જેવો મનમાં જાણતાં છતાં તેને નમી નમીને સલામ કરો છો, આપ સાહેબ મુરબ્બી સાહેબ નેકનામદાર વિગેરે શબ્દો વદી તેને સંબંધે છે. પ્રસંગ આવતાં પગાર વધારવા તેને પગે લાગીને વિન છે, તમે પલે લાટ સાહેબ આવનાર હોય છે તે હે હે લાટ સાહેબ આવવાના છે એમ જાણી તેને જેવા કેવા દેડે છે, અને તમારી સલામ તે લે અગર ના લે તે પણ તમે કેવા સલામ કરવા મુકી પડે છે. આવા સામાન્ય પુરૂની આવી ગુલામી કરતાં તમે અચકાતા નથી, અને જે જ્ઞાનના મહોદધિ છે, સર્વ પ્રકારની યોગ્યતાવાળા છે, અને જે આપણા અપરાધ છતાં નિરંતર ક્ષમાદષ્ટિથી જુએ છે, અને જે સંસાર સમુદ્રના તારક છે, અને જે આપણા માતાપિતા કરતાં પણ અવધિ ઉપકારના કર્તા છે, અને જે ભાવમ ના દાતાર છે. તેવા ગુરૂ મહારાજની ધર્મના માટે આજીજી કરતાં શરમ આવે, તેવા સદ્ગરૂ મહારાજને પગે લાગી વિનવતાં શરમ આવે, આ શું તમે
www.kobatirth.org
For Private And Personal Use Only