________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
કાર્યરૂપ વસ્તુ છે, તે ઘટપટની પડે અનિત્ય વસ્તુ સદાકાળ એક સ્વરૂપ હોય નહીં. આત્માને કાર્યરૂપ માનતાં અનિત્ય થાય, નાશવંત થાય અને ત્રિકાલમાં એક સ્વરૂપ રહે નહીં માટે આત્મા અનાદિ કાળથી છે એમ સ્વીકારતાં કોઈ જાતને દોષ આવતો નથી. આત્મા અનંત છે. એટલે આત્માને કદિ અંત નથી, નાશ નથી. માટે આ ભા અનાદિ અનંત કહેવાય છે. આત્મા પોતાના અસંખ્યપ્રદેશેકરી ત્રણે કાળમાં એક સ્વરૂપ છે. અનંતકાળ ગયો તો પણ આત્માના અસંખ્યપ્રદેશમાંથી એક પ્રદેશ પણ ખર્યો નથી, વર્તમાન કાળ ખરતો નથી, અને ભવિષ્યકાળે એક પ્રદેશ પણ ખરશે નહીં. તેમ આત્માના અનંત ગુણ છે, તેમાંથી એક ગુણ ભૂતકાળે ખર્યો નથી અને ભવિષ્યકાળે એક ગુણ પણ આત્માને ખરશે નહીં. માટે આત્મા અક્ષર કહેવાય છે. વળી આત્મામાં કોઈ પણ જાતની રૂપી અક્ષર નથી માટે અનેક્ષર કહેવાય છે. અક્ષરપ જે જ્ઞાન તેથી આત્માની ઓળખાણ થાય છે પણ તે રૂપી અક્ષર અરૂપી એવા આમસ્વરુપમાં પ્રવેશ કરી શકતા નથી. માટે કહ્યું છે કે –
www.kobatirth.org
For Private And Personal Use Only