________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એમને તો દેટ ગાઉથી નમસ્કાર કરજે. તમને અનાદિકાકાળથી એ ચાર ચંડાળાકડી સાથે મિત્રાચારી છે, તેથી તમે લલચાશો નહીં એ તમારા મિત્ર નથી પણ તે તમારા શત્રુ છે, માટે આ હિતવચન એક ક્ષણવાર પણ ભૂલશો નહીં. રાગદ્વેષ રૂ૫ બે મહારાજાના યોદ્ધા આત્મમાર્ગપ્રતિ ગમન કરતાં વચમાં અટકાવવા આવશે પણ તમે આત્મસ્વરૂપમાં જ ઉપયોગ રાખશે. સ્થિર દૃષ્ટિથી તમારા આત્માના અસંખપ્રદેશ તરફ દષ્ટ લગાવીને ચાલ્યા કરશે, એટલે તે પિતાની મેળે પાછા વળશે. ભાઈ!! આત્માના અપૂર્વ માર્ગમાં તમે કદી પ્રવેશ કર્યો નથી, તેથી તમને પ્રથમતો ઉદાસી તથા અણગમા થાય એ સ્વાભાવિક છે. પણ તમે ધૈર્ય તથા સાહસ ધારણ કરી આગળ ચાલજે ! ! રસ્તામાં જતાં શાંત પ્રદેશની વિવેક ટેકરી ઉપર બેઠેલો અનુભવ મિત્ર તમને દેખાશે. એ અનુભવમિત્ર તમને ભેટી આત્માના સન્મુખ લઈ જશે, એ અનુભવમિત્રનું સામર્થ્ય સર્વ કરતાં અલૈકિક છે, અનુભવમિત્ર જેને મળ્યો તેનું તે કલ્યાણ થઈ ગયું. તેનું દારિદ્રવ્ય દૂર થઈ ગયું સમજવું. તે પરમાત્માસ્વરૂપ થઈ ગયો સમજ, આત્મસ્વરૂપની સન્મુખ ગમન કરતા એવા મહા યોગીંદ્ર પુરૂષને અનુભવમિત્રની
www.kobatirth.org
For Private And Personal Use Only