________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વામાં આવ્યું છે કે બાહ્યધર્મને ત્યાગ કરી આત્તર ધર્મનું સેવન કર તેને અર્થ એટલે જ છે કે બાહાધર્મમાં જ કેવળ આસક્તિ રાખી બેસી રહેતા નહિ. પિલ્ગલિક બાહ્ય ધર્મ તે આત્માને નથી, માટે આત્માને ધર્મ તે આત્મામાં રહેલ છે, તેનું સેવન કરવું. કારણ કે કેવળ બાહ્યધર્મથીજ આત્માનું શ્રેય થશે એમ તે કઈ પણ કહેવાની હમત ધરી શકશે નહિ. પણ ખરે જે આત્માને ધર્મ છે તેને ભુલી જતા નહિ, આત્મ ધર્મ કે આભ્યતર ધર્મનું સેવનજ અંતે મેક્ષ ફળ દાતા છે, એ નિશ્ચિત વાત વિસ્મરવી જોઈતી નથી. જ્ઞાની અને અજ્ઞાની અને બાહ્ય કિયા તે એક સરખી રીતે કરતા જણાય છે, પણ આશ્રવની ક્રિયા જ્ઞાનીને સંવરરૂપે પરિણામે છે. જ્ઞાનીઓ પણ સંસારમાં
જ્યારે આસવનું કારણ થાય છે, ત્યારે તેની તે ક્રિયા પિતાને માથે આવી પડેલી દરેક ફરજ બજાવે છે; છતાં કમળ જળમાં ઉગવા છતાં જળથી નિર્લિપ્ત રહે છે, તેમ તેઓ તે ક્રિયાથી બંધાતા નથી વાસ્તેજ કહેવામાં આવેલું છે કે –
સમકિતવંતા છવડા, કરે કુટુંબ પ્રતિપાળ, અંતરથી ન્યારા રહે, જેમ ધાવ ખીલાવત બાલ.
જેમ કે છોકરાની માતા મરી ગઈ હય, અને તેને ધવરાવવાને ધાવ રાખેલી હોય છે. હવે ધાવ તે બા. ળક ઉપર ગમે તેટલું હેત રાખે, તે પણ તે સારી રીતે સમજે છે કે આ મારું બાળક નથી, અને તેથી અંતરથી તેને પ્રેમ સ્વાભાવિક રીતે પિતાના જ બાળક ભણી વળે
For Private And Personal Use Only