________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨ કરી શકું એવી શંકાના નિરાકરણાથે ગુરૂની જરૂર બતાવતા ગ્રંથકાર લખે છે કે –
અર્થ–મોક્ષની પ્રાપ્તિ સદ્દગુરૂના જ્ઞાન વિના કદાપિ શું થઈ શકે? આંખેવાળા માણસો પણ સૂર્ય વિના જોઈ શકતા નથી,
ભાવાર્થ–ઘણી બાબતે આપણને પ્રથમ દષ્ટિએ બહુ સરલ ભાસે છે, પણ તે સમજવાને તેનું યથાર્થ સ્વરૂપ અનુભવવાને આપણને ઘણે શ્રમ પડે છે, તે છતાં પણ કેટલાક એવા બારીક પ્રશ્ન ઉઠે છે કે તેનું સમાધાન પોતાની મેળે થઈ શકતું નથી તે વખતે ગુરૂની જરૂર જ ણાય છે. ગુરૂ મનના સંશય ટાળી દે છે, અને અનુભવ જ્ઞાન આપે છે. પુસ્તકો પણ મહાન પુરૂષના અનુભવના વચને છે, છતાં પણ જે જીવતે પુરૂષ કાર્ય કરી, શકે તે કાર્ય તે પુસ્તક કદાપિ કરી શકે નહિ. એકલા પુસ્તકથી સરતું હોય તો પછી ગુરૂની ગરજ પણ ન રહે? પણ વસ્તુ સ્થિતિ વિચારતાં એમ જણાય છે કે ગુરૂગમ વિનાઘણી બાબતે ચયાર્થ સમજ્યા વિનાની રહી જાય છે. વળી વૃદ્ધ પરંપરાથી ચાલી આવેલી કેટલીક બાબતે જે પુસ્તકારૂઢ ન થયેલી હોય તે પણ જ્ઞાની ગુરૂના સમાગમથી મેળવી શકાય. વળી જે યેગને માર્ગ છે, અને જેમાં પ્રાણાયા. માદિક ક્રિયા કરવાની છે, તેમાં માણસે એક ગ્ય ગુરૂને માથે રાખજ જોઈએ. કારણ કે તેમાં આગળ વધવામાં અનુભવાતી અડચણે ગુરૂ વિના દર કેણ કરી શકે ! આજ બાબત દાખલાથી ગ્રંથકાર સમર્થન કરે છે. ચક્ષુવાળા
For Private And Personal Use Only