________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે
અર્થ–આત્મધ્યાનની ધારાથી જેના કમરૂપી રજકણે ધોવાઈ ગયા છે, તે માણસ આત્માની સ્વચ્છતા મેળવીને સદા અનન્ત સુખ ભોગવે છે.
ભાવાર્થ–મનુષ્ય પિતાના શરીરને લાગેલી ધુળ દૂર કરવાને જળને ઉપયોગ કરે છે. તે જ પ્રમાણે આમને લાગેલી કરજ દૂર કરવાને ઉપાય આત્મધ્યાનની ધારા છે જ્યારે મનુષ્ય આત્મધ્યાન કરે છે, એટલે આત્માનું ચિંત્વન કરે છે, ત્યારે બાહ્ય પદાથામાં તેનું મન લુબ્ધ થતું નથી. મનને એવો સ્વભાવ છે કે એકજ વખતે તે એક જ બાબતને ઉપગ રાખી શકે, અથવા એજ બાબતનું ધ્યાન કરી શકે; આ રીતે વિચારતાં જ્યારે મન આતમધ્યાનમાં રોકાય છે, ત્યારે બાહ્ય પદાર્થોમાં તે દોરાતું નથી. બાહ્ય પદાર્થોમાં જ્યારે તે દેરવાતું નથી, ત્યારે કર્મબંધ થતું નથી, અને તે જ વખતે પૂર્વકમ ખરવા માંડે છે. આ પ્રમાણે આત્મસ્વરૂપનું ચિંતવન કરવામાં મનને મશગુલ કરતાં, ધીમે ધીમે કર્મ રજકણે ખરી પડે છે. નવા કર્મ બંધાય નહિ, અને જુનાં કર્મ આ રીતે ખરી પડે તે કર્મથી આત્મા મુક્ત થાય છે, અને આત્મા નિર્મલ થાય છે, તેની સ્વાભાવિક સ્વસ્થતા પ્રાપ્ત કરે છે, અને આત્મા પિતાનામાં રહેલું અનંત સુખ ભેગવે છે. આત્મા. સામાન્ય જળથી શુદ્ધ પામતું નથી, પણ સમતારૂપી જ.. નથી પવિત્ર થાય છે. મહાભારતમાં કહ્યું છે કે, आत्मा नदी संयमतोयपूर्णा सत्यावहा ज्ञानतटा दयोर्मिः
For Private And Personal Use Only