________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિશ્ચય દષ્ટિ હદય ધરીજી, પાળે જે શુદ્ધ વ્યવહાર પુણ્યવંત તે પામશેજી ભવ સમુદ્રને પાર. જીનેશ્વર!
ભાવચારિત્ર આત્મ,રમણુતા, સ્વરૂપસિદ્ધિ, એ નિશ્ચય દષ્ટિ ધ્યાનમાં રાખી, જે માણસ શુદ્ધ વ્યવહાર દ્રવ્ય ચારિત્ર પાળે છે, તે માણસ ખરેખરે પુણ્યવંત છે, અને ભવ સમુદ્રને પાર પામતાં તેને વિલંબ લાગતું નથી સાધ્યની અપેક્ષાએ કરેલી શુદ્ધ કિયા સર્વદા ફળવાળી નીવડે છે. પણ સાધ્ય બિન્દુ ભુલી જઈને જે દ્રવ્ય ચારિત્રમાંજ મગ્ન રહે છે, તે વિશેષ પ્રયાસ કરી શકતા નથી. ભાવ ચારિત્ર અને દ્રવ્ય ચારિત્ર બે પરસ્પર એક બીજાને ઉપકારી છે. આ બન્ને ચારિત્ર મોક્ષ પ્રાપ્તિનાં કારણ છે. માટે ભાવ ચારિત્ર હૃદયમાં રાખી દ્રવ્ય ચારિત્ર શુદ્ધ મનથી, અને શુદ્ધ રીતે પાળવું, આમ કરવાથી અંતે મેક્ષ પ્રાપ્તિ થશે. હવે સ્થાપના ભેદથી ચારિત્રના ચાર પ્રકાર છે તે નીચે મુજબ જાણવા. તે ચાર ભેદ લિકિક ચારિત્ર સ્થાપના, લેકાર ચારિત્ર સ્થાપના, શુદ્ધ નિશ્ચય નય ચારિત્ર સ્થાપના,
વ્યવહાર નય ચારિત્ર સ્થાપનાના છે. આ લેક સંબંધી, ફળની ઈચ્છાથી પાળવામાં આવતા ચારિત્રને લાકિક ચારિત્ર કહેવામાં આવે છે. તે સંબંધીની સ્થાપનાને લાકિક ચારિત્ર સ્થાપનાનું નામ આપવામાં આવે છે. મોક્ષ પ્રાસ-અર્થે જે સમ્ય ચારિત્ર પાળવામાં આવે છે, તે લેકોત્તર ચારિત્ર કહેવાય છે, અને તેની સ્થાપનાને લેકેત્તર ચારિત્ર સ્થાપનાનું નામ અપાય છે. આત્માના અસં. ખ્યાત પ્રદેશમાં રહેલા અનત ગુણની રમતા રાખવી
For Private And Personal Use Only