________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ
છે.
'
છે. આત્મિક સુખ અથવા આનંદ આ સુખથી કેવળ જુદો છે. તે આનંદ શાશ્વત છે, તેમાં જરા પણ દુઃખને સંગ ભવ નથી, તે સુખની પરાકાષ્ઠા છે, અને તે આનંદ પ્રાન કર્યા બીજા કોઈ પણ આનંદની ઈચ્છા રહેતી નથી; વળી વિષય સુખને આધાર હારના સાધનો પર રહે છે, ત્યારે આમિક આનંદને કોઈ પણ સાધનની જરૂર રહેતી નથી. એ આનંદ તે આત્માને સ્વભાવ છે.
વળી આત્મા અખંડ છે. ત્રણે કાળમાં તે તેને તે રહે છે. જુદી જુદી ઉપાધિઓના સંબંધમાં આવવાથી, અને થવા કમના વિચિત્રપણાને લીધે આત્મામાં અનેક તરેહના ભેદ માલૂમ પડે, પણ તેનું અસ્તિત્વ સર્વ અવસ્થામાં અને સર્વ કાળમાં અખંડિત રહે છે.
આત્મા સ્વભાવે નિર્મળ શુદ્ધ છે. વર્ષદના જળ કરતાં પણ તે અતિ નિર્મળ છે. તેને લાગે કર્મરૂપ મેળ તેની સાથે એકમેક થયેલે નથી, પણ દૂર થઈ શકે તેવે છે.
જ્યારે અગ્નિ મંદ બળતું હોય છે, ત્યારે તેમાંથી ધુમ્ર નીકળે છે, પણ તે વિશેષ બળવા લાગે છે. એટલે ધુમ્ર સ્વયમેવ વિનાશ પામે છે. સૂર્યરૂપ નિર્મળ આમા પર કમ વાદળ ઘેડકવાર સુધી પિતાની સત્તા ચલાવી શકે, પણ જે વખતે આત્મા પિતાના તેજસ્વી સ્વરૂપે પ્રકાશે છે, તે જ વખતે વાદળ સમૂહ વિખરાઈ જાય છે. ભક્તામરમાં પણ કહ્યું છે કે –
ज्ञानस्वरूपममलं प्रवदन्ति सन्तः
For Private And Personal Use Only