________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૯ છે, પછી દેષ તરફ દષ્ટિ કરવાને બદલે, અને તેની જ્યાં ત્યાં નિંદા કરવાને બદલે, તે દોષ સુધરે તેવા ઉપાયે રચે, ખાનગીમાં બોધ આપે; તમારા જીવનથી બોધ આપે, હિત શિક્ષાથી–ભાષણથી બંધ આપે, પણ અંગત કેઈના જીવને દુઃખ થાય તેવું વચન ઉચારતા નહિ. સંસારમાં આટલું બધું દુઃખ છે, તેમાં તમે ક્યાં ઉમેરો કરે છે? બને તે તે ઓછું કરવા પ્રયત્ન કરે, ન બને તે ચુપ રહે, પણ તેમાં ક્યાં વૃદ્ધિ કરે છે? તેના આત્મા તરફ દષ્ટિ કરે, આત્મા ખરેખર શુદ્ધ છે, તેની આત્મજયંતિ ઢંકાઈ ગઈ છે, પણ તે તમારા જેટલી જ ઉચ્ચ છે. માટે તે તરફ લક્ષ રાખી નિન્દાથી દૂર રહે. આપણે એક લંગડા કુતરાને વાસ્તે કેટલી બધી દયા રાખીએ છીએ. રસ્તામાં પડ્યું હોય, તે તેને ઉપડાવી બીજે ઠેકાણે મુકાવીએ છીએ, તેની દવા કરાવી છીએ, તે શું આપણા માનવ બંધુઓ, કુતરા કરતાં પણ ગયાં ? તમે શા સારૂ તેમની તરફ તેતેટલાજ ભાવથી દયા કરતા નથી ! જે કુતરૂં શરીરે લગડું છે તે આ દોષયુક્ત મનુષ્ય નીતિની અપેક્ષાએ લંગડા છે. તે પછી તેમની તરફ કેમ પ્રેમ ન બતાવે ? તેમનું કેમ કલ્યાણ ન કરવું ? તેમને કેમ ઉંચી સ્થિતિ પર ન લાવવા? આ ભાવના હૃદયમાં રાખી વર્તી, જ્યાં ત્યાં ગુણ જુઓ, તે તમે જાતે ગુણી થશે. એકની એક વસ્તુ જુદી જુદી દષ્ટિથી જોનારને જુદી જુદી લાગે છે. ચંદ્ર ચકેરીને આલ્હાદ જનક લાગે છે, તેજ ચંદ્ર કામી જનને દુઃખકારક લાગે છે. કામીજન ચંદ્રને દેષ યુક્ત કહે તેથી
For Private And Personal Use Only